વડોદરા ક્રાઇમ બ્રાન્ચે દાગીના ચમકાવવાના બહાને પડાવી લેતા સાળા અને બનેવીને ઝડપી પાડ્યા

પોલીસે બાઇક, રોકડ, મોબાઇલ અને દાગીના ચમકાવવાનો સામાન કબજે કર્યો

MailVadodara.com - Vadodara-Crime-Branch-nabs-brother-in-law-and-brothe--in-law-using-the-pretext-of-flashing-jewellery


વડોદરા શહેર ઉપરાંત રાજ્યના અન્ય સ્થળોએ મહિલાઓના દાગીના ચમકાવી આપવાના બહાને દાગીનાઓ લઇ જતા સાળા બનેવીની જોડીને લાલબાગ બ્રિજ પાસેથી શહેર ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયા હતાં.

આ અંગેની વિગત એવી છે કે, લાલબાગ બ્રિજ પાસેથી બાઇક પર જતા બે શંકાસ્પદ શખ્સોને પોલીસે રોકી તેઓના નામ પૂછતાં મનિષ નંદકિશોર શાહ (કંસારા) રહે.મહેશવાટીકા પાછળ વસાહતમાં, નડિયાદ, મૂળ બિહાર અને શ્રવણ ગણેશપ્રસાદ કંસારા રહે.રાજપુત મહોલ્લા, આબુરોડ, રાજસ્થાન જણાવ્યું હતું. તેઓની પાસેથી મળેલી બેગ તપાસતાં સોના-ચાંદીના દાગીના ચમકાવવા માટે ઉપયોગમાં લેવાતો સામાન મળ્યો હતો.


બંને સાળા-બનેવી થતા  હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું પોલીસે બંનેની પૂછપરછ કરતાં તા.૧૭ માર્ચના  રોજ માંજલપુર વિસ્તારમાં એક વૃધ્ધાના ઘેર જઇ સોનું ચમકાવી આપવાનું જણાવી કાનમાં પહેરવાની બુટ્ટી અને હેર વૃધ્ધાની નજર ચૂકવી પડાવી હોવાની કબૂલાત બંનેએ કરી  હતી. પોલીસે બાઇક, રોકડ, મોબાઇલ અને સોના-ચાંદીના દાગીના ચમકાવવા માટેનો સામાન કબજે કર્યો હતો. ઝડપાયેલા મનિષ સામે ઠગાઇના દોઢ ડઝન જેટલાં ગુના નોંધાયા છે તેમજ શ્રવણ સામે બનાસકાંઠામાં પણ ઠગાઇની ફરિયાદો થઇ છે. પોલીસે બંનેની વધુ પૂછપરછ હાથ ધરી છે જેમાં વધુ વિગતો બહાર આવવાની શક્યતા છે.


Share :

Leave a Comments