વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ઘરફોડ, ચેઈન સ્નેચિંગ સહિત 18 ગુનાઓમાં સંડોવાયેલ રીઢા આરોપીને ઝડપ્યો

ક્રાઇમ બ્રાન્ચે રણોલી ગામે રહેતા કબીરસિંહ ઉર્ફે છોટા કબીર જોગિન્દરસિંહને ઝડપી પાડ્યો

MailVadodara.com - Vadodara-Crime-Branch-nabs-Ridha-accused-involved-in-18-crimes-including-burglary-chain-snatching

- ક્રાઇમ બ્રાન્ચે આરોપી પાસેથી દેશી હાથ બનાવટી પિસ્તોલ અને 7 જીવતા કારતૂસ સાથે દાગીના, ચોરીની ઈકો કાર, મોબાઈલ સહિત 4.54 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

- ઝડપાયેલ આરોપી કબીરસિંહ અગાઉ ચેઈન સ્નેચીંગ અને ઘરફોડ ચોરી, વાહન ચોરી, મારામારી સહિતના 18 ગુનામાં ઝડપાયો હતો અને ત્રણ વાર પાસા થયા હતા

વડોદરા સહિત જિલ્લામાં અવારનવાર લૂંટ સહિતની ઘટનાઓ સામે આવતી હોય છે. વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વડોદરા શહેરમાં રાત્રિ દરમિયાન ઘરફોડ ચોરી અને ફોર વ્હીલર ગાડી ચોરીના બનાવો સાથે સંકળાયેલા રીઢા આરોપીઓને ઝડપી તેઓને ઘરની તપાસ કરતા પિસ્તોલ કારતૂસ અને ચોરીના સોના-ચાંદીના દાગીનાઓ સાથે વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કુલ રૂપિયા 4,54,341નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા શહેરમાં બનેલા ચોરી લૂંટ અને ઘરફોડના બનાવવાને લઈ તપાસ દરમિયાન માહિતી મળી હતી કે, અગાઉ ઘરફોડ ચોરીના ગુનામાં સંકળાયેલ અને ઝડપાયેલ રણોલી ગામ ખાતે રહેતો કબીરસિંહ ઉર્ફે છોટા કબીર જોગિન્દરસિંહ ઘરે ચોરી કરેલા સોના-ચાંદીના ઘરેણા અને ગેરકાયદેસર દેશી પિસ્તોલ સાથે કારતૂસ તેના ઘરમાં સંતાડી રાખી છે. તે પિસ્તોલ વડે કોઈ મોટું કામ કરવાનું હોવાની વિગતો મળી હતી. આ અંગેની માહિતી મળતા જ આ રીઢા આરોપીને ઝડપી તેની સઘન પૂછપરછ હાથ ધરી હતી. ત્યારબાદ તેને બે મહિના પહેલા એક દેશી પિસ્તોલ લેવલ હતો જે તેના રણોલી ખાતેના ઘરે રાખેલી હોવાની કબુલાત કરી હતી. આ સાથે જ શહેરના કેટલાક વિસ્તારોમાં ચોરીના ગુનાઓને અંજામ આપ્યો હોવાની વિગતો પણ સામે આવી હતી અને તેના ઘરેથી સોના-ચાંદીના ઘરેણા પણ પોલીસે કબજે કર્યા છે.

વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં આરોપી કબીરસિંહ જોગિન્દરસિંગ શિકલીગર ( રહે સત્યનારાયણ રણોલી હાલ આજવા રોડ એકતાનગર) આરોપી પાસેથી એક દેશી હાથ બનાવટી પિસ્તોલ અને 7 જીવતા કારતૂસ સાથે સોના ચાંદીના દાગીના, ચોરીની ઈકો કાર, મોબાઈલ સહિત કુલ રૂપિયા 4,54,341નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીમાં શહેરમાં ગોત્રી, સમા અને જવાહરનગર પોલીસ મથકમાં બનેલા ત્રણ ગુનાઓના ભેદ ઉકેલાયો છે. આ સાથે જ ઝડપાયેલ આરોપી અગાઉ ચેઈન સ્નેચીંગ અને ઘરફોડ ચોરી, વાહન ચોરી, મારામારી સહિતના કુલ 18 ગુનાઓમાં ઝડપાયેલ છે અને આરોપી તેના ગુનાહિત પ્રવૃત્તિના કારણે ત્રણ વાર તેને અલગ અલગ જેલમાં પાસા હેઠળ પણ ધકેલવામાં આવે છે.

Share :

Leave a Comments