- આરોપી યશ વાળંદ સામે અગાઉ વડોદરાના ફતેગંજ પોલીસ સ્ટેશનમાં પણ દારૂનો ગુનો નોંધાયો હતો, આરોપીને ગણદેવી પોલીસને સોંપશે
નવસારી જિલ્લામાં દારૂના કેસમાં દોઢ વર્ષથી નાસતા ફરતા આરોપી યશ વાળંદને વડોદરા ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયો છે. વડોદરા ક્રાઇમ બ્રાંચ આરોપી યશ વાળંદને ગણદેવી પોલીસને સોંપશે, ત્યારબાદ નવસારી પોલીસ આ મામલે વધુ તપાસ શરૂ કરશે.
નવસારી જિલ્લાના ગણદેવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂના કેસમાં યશ કેતનભાઇ વાળંદ (ઉ.22), (રહે. છાણી જકાતનાકા, વડોદરા) છેલ્લા દોઢ વર્ષથી નાસતો ફરતો હતો. આ દરમિયાન આરોપી યશ વાળંદ કરોડિયા ગામના મસાણી માતાના મંદિર પાસે આવેલા અમરદીપ શોપીંગ સેન્ટરમાં હોવાની માહિતી મળતા વડોદરા ક્રાઇમ બ્રાંચની ટીમ ત્યાં પહોંચી ગઈ હતી અને ત્યાંથી યશ વાળંદને ઝડપી પાડ્યો હતો.
વર્ષ-2022માં આરોપી મહમહ અનસ મીરખાન પઠાણ કારમાં 2.02 લાખના બિયર અને દારૂ સાથે ગણદેવી પોલીસ સ્ટેશનમાં ઝડપાઇ ગયો હતો અને દારૂનો જથ્થો ભરી લાવવા માટ યશ વાળંદે પોતાની કાર આપી હતી, જેથી તેની સામે પણ ગુનો નોંધાયો હતો અને ત્યારબાદ તે ફરાર થઈ ગયો હતો. યશ વાળંદ સામે અગાઉ વડોદરાના ફતેગંજ પોલીસ સ્ટેશનમાં પણ દારૂનો ગુનો નોંધાયો હતો.
વડોદરા ક્રાઇમ બ્રાંચ આરોપી યશ વાળંદને ગણદેવી પોલીસને સોંપશે, ત્યારબાદ નવસારી પોલીસ આ મામલે વધુ તપાસ શરૂ કરશે.