વડોદરામાં મોબાઇલ ફોન ચોરીના ગુનામાં સંડોવાયેલ ઇસમને મોબાઇલ ફોન સાથે ક્રાઇમ બ્રાન્ચ શોધી કાઢી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરા શહેરમાં દિન-પ્રતિદિન બનતા મિલ્કત સંબધી ગુનાઓ બનતા અટકાવવાની તેમજ મિલ્કત સંબધી ગુનો કરતાં ઇસમોને શોધી કાઢવાની પોલીસના ઉચ્ચાધિકારીઓએ સૂચના આપી છે. ત્યારે પ્રતાપનગરના ભાટિયા શેરી ખાતે રહેતો દાનીશ શેખ મોબાઇલ ફોન સાથે ઝડપાયો હતો. પોલીસ દ્વારા દાનીશ શેખને મોબાઇલ ફોનના બીલ બાબતે તેમજ મોબાઇલ ફોનની માલીકી અંગે પુછપરછ કરતા કોઇ સંતોષકારક જવાબ આપ્યો ન હતો. આ દરમ્યાન મોબાઈલ ફોન ચોરીનો હોવાનું ક્રાઇમ બ્રાન્ચની ટીમને જાણવા મળ્યું હતું. ત્યારે ક્રાઇમ બ્રાન્ચે મોબાઇલ ફોન કબ્જે કરી દાનિશ શેખ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી. ક્રાઇમ બ્રાન્ચે આરોપીને આગળની તપાસ માટે સીટી પોલીસ સ્ટેશન સોંપવામાં આવેલ છે.