- ક્રાઈમ બ્રાન્ચે જિતેંદ્ર ઉર્ફે જય ગોસ્વામીને તેના ઘરેથી શોધી કાઢ્યો હતો
સુરતમાં વિદેશમાં વર્ક પરમીટ અપાવવાના નામે 45 લાખ રૂપિયાની ઠગાઈના કેસમાં વડોદરા ક્રાઈમ બ્રાન્ચે એક આરોપીની ધરપકડ કરી છે. આરોપીને સુરત પોલીસને માટે કાર્યવાહી શરૂ કરી છે.
વડોદરા ક્રાઈમ બ્રાન્ચને પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે જિતેંદ્ર ઉર્ફે જય નટવરલાલ ગોસ્વામી (ઉ.31) (રહે. નવી નગરી, કલ્યાણનગર ઝુપડપટ્ટી, નરહરી હોસ્પિટલ પાસે, વડોદરા)ને તેના ઘરેથી શોધી કાઢ્યો હતો અને આરોપીની પ્રાથમિક પૂછપરછ દરમિયાન VARSH-2023માં મહિલા આરોપીએ આરોપીના નામ ઉપર અડાજણ સુરત ખાતે દુકાન ભાડે રાખીને તેમાં ક્રિષ્ના કન્સલ્ટિંગની ઓફિસ ખોલી હતી.
આ ઓફિસમાં ગ્રાહકોએ વર્ક પરમિટ વિઝા મેળવવા માટે ઓફિસમા કામ કરતા મહિલાને 45 લાખ રૂપિયા આપ્યા હતા અને આરોપીઓએ વર્ક પરમિટ વિઝા કાઢી આપવાન નામે ગ્રાહકો સાથે છેતરપિંડી કરી હતી. આ મામલે સુરતના અમરોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. વડોદરા ક્રાઈમ બ્રાન્ચે આ કેસમાં આરોપી જીતેન્દ્ર ગોસ્વામીની ધરપકડ કરીને સુરત પોલીસને સોંપવા માટેની તજવીજ હાથ ધરી છે.