વડોદરા કોર્પોરેશન દ્વારા ડ્રેનેજ, વરસાદી ગટર અને તળાવોની સફાઈ માટે રૂા.8 કરોડ ખર્ચાશે

જુદા-જુદા વિસ્તારમાં વિવિધ કામો મંજૂરી અર્થે સ્થાયી સમિતિ સમક્ષ મંજૂરી અર્થે રજૂ કરાયા

MailVadodara.com - Vadodara-Corporation-will-spend-Rs-8-crore-for-cleaning-drainage-storm-drains-and-ponds

વડોદરા શહેરના જુદા-જુદા વિસ્તારમાં રૂ.આઠ કરોડના ખર્ચે ડ્રેનેજ અને વરસાદી ગટરના કામ હાથ ધરવા અંગેના વિવિધ કામો મંજૂરી અર્થે સ્થાયી સમિતિ સમક્ષ મંજૂરી અર્થે રજૂ કરાયા છે. જેમાં શહેરના દક્ષિણ વિસ્તારમાં આવેલા ભાયલી રેલ્વે સ્ટેશનથી વિહાન-1 સુધી નવી વરસાદી ગટર નાખવા અંગે કોન્ટ્રાક્ટર ઇલાઈટ એન્જિનિયર્સને જીએસટી વિના નેટ અંદાજિત રકમ રૂપિયા 1,01,74,611 ના બદલે 15.59 ટકા ઓછા ભાવ મુજબ રૂપિયા 86,90,560 ના બિનશરતીય ભાવ પત્ર મંજૂરી અર્થે મુકાયું છે.

એવી જ રીતે તરસાલી વિસ્તારમાં નામી નવી સમાવિષ્ટ (તરસાલી ટીપી-52)માં ડ્રેનેજ ગ્રેવિટી નેટવર્ક નાખવાના કામ માટે કોન્ટ્રાક્ટર જેએનપી ઇન્ફ્રા.ના નેટ અંદાજિત રકમ રૂપિયા 4,23,56,025થી 11.41 ટકા વધુ મુજબ રૂપિયા 4,71,90,417 જીએસટી સાથેનું કામ. ઉપરાંત ઉત્તર ઝોન વિસ્તારમાં તળાવ સફાઈ કરવા કામ એક વર્ષ માટે કોન્ટ્રાક્ટ આપવા બાબતે રૂપિયા 30 લાખની મર્યાદામાં કોન્ટ્રાક્ટર મે. હરભવ પ્રો.પ્રા. લી.ના અંદાજિત ભાવથી 9 ટકા ઓછા મુજબ યુનિટ રેટ ભાવ પત્ર સહિત દક્ષિણ ઝોન વિસ્તારમાં તળાવ સફાઈ કરવાના એક વર્ષના વાર્ષિક કોન્ટ્રાક્ટ મુજબ રૂપિયા 75 લાખની નાણાકીય મર્યાદામાં કોન્ટ્રાક્ટર મે. એ એમ મથાડ અર્થ મૂવર્સના અંદાજિત ભાવથી 16.66 ટકા ઓછા ભાવનું ટેન્ડર સ્થાયી સમક્ષ રજૂ કરાયું છે. આવી જ રીતે શહેરના પૂર્વ ઝોન વિસ્તારમાં તળાવ સફાઈ કરવાના એક વર્ષના વાર્ષિક કોન્ટ્રાક્ટ માટે રૂપિયા 80 લાખની મર્યાદામાં મે. હરભવ પ્રો.પ્રા.લી.ના અંદાજિત ભાવથી 9 ટકા ઓછા મુજબ ના ભાવ પત્રને મંજુર કરવા માટેની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરાઇ છે.

Share :

Leave a Comments