વડોદરા કોર્પોરેશન શહેરના ઉત્તર ઝોન વિસ્તારમાં નવીન ગાર્ડન તેમજ નવીન પાર્ટી પ્લોટ બનાવશે

ચાલુ વર્ષના બજેટમાં ચારેય ઝોનમાં એક એક પાર્ટી પ્લોટ બનાવવાનું નક્કી થયું છે

MailVadodara.com - Vadodara-Corporation-will-build-a-new-garden-as-well-as-a-new-party-plot-in-the-north-zone-area

- નવાયાર્ડ ટીપી 13 ફાઇનલ પ્લોટ 42માં ગાર્ડન તથા વેમાલીમાં ટીપી 1માં આશરે 8600 ચોરસ મીટર વિસ્તારમાં પાર્ટી પ્લોટ બનાવાશે


વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અગાઉ કોર્પોરેશનના ખાલી પ્લોટ પર દબાણ ન થાય અને દબાણો માથાના દુખાવા રૂપ ન બને તેને ધ્યાનમાં રાખી ખાલી પ્લોટોનો ઉપયોગ થઈ શકે તે માટે પાર્ટી પ્લોટ બનાવવા નિર્ણય થયો હતો. આ ઉપરાંત જેના દ્વારા કોર્પોરેશનને આવક પણ મળી શકે. હાલ કોર્પોરેશનના અતિથિ ગૃહો અને કોમ્યુનિટી હોલનો ઉપયોગ લોકો પોતાના શુભ પ્રસંગો માટે કરી રહ્યા છે, જ્યારે ખાનગી પાર્ટી પ્લોટોના ઊંચા ભાડાને લીધે સામાન્ય લોકોને તે પરવડતા નથી. જેથી કોર્પોરેશન દ્વારા સામાન્ય શહેરીજનોને પણ પાર્ટી પ્લોટમાં પ્રસંગો ઉજવવાનું મળે તે હેતુથી ખાનગીની સરખામણીએ ઓછા ભાડામાં પાર્ટી પ્લોટ બનાવવા વિચાર્યું હતું.

વડોદરા શહેરના ઉત્તર ઝોન વિસ્તારમાં કોર્પોરેશન નવીન ગાર્ડન તેમજ નવીન પાર્ટી પ્લોટ બનાવવા માંગે છે અને આ માટે દરખાસ્ત સ્ટેન્ડિંગ સમિતિમાં રજૂ થઈ છે. નવાયાર્ડ ટીપી 13 ફાઇનલ પ્લોટ 42 માં ગાર્ડન તથા વેમાલીમાં ટીપી 1માં આશરે 8600 ચોરસ મીટર વિસ્તારમાં પાર્ટી પ્લોટ બનાવવામાં આવશે. આ પાર્ટી પ્લોટમાં ખાનગી પાર્ટી પ્લોટ જેમજ પાર્કિંગ વ્યવસ્થા ઉપરાંત વર-વધૂ માટે તૈયાર થવાના રૂમ સહિતની સુવિધા ઉભી કરવામાં આવશે. આ માટે ઇજારદારનું અંદાજ કરતા આશરે 20 ટકા વધુ ભાવનું 27.87 લાખનું ટેન્ડર મંજૂરી માટે મુકાયું છે. 

આ દરમિયાન સ્ટેન્ડિંગ સમિતિના પૂર્વ ચેરમેનએ જણાવ્યું હતું કે ચાલુ વર્ષના બજેટ દરમિયાન જ શહેરના ચાર ઝોનમાં કોર્પોરેશનના પ્લોટમાં પાર્ટી પ્લોટ બનાવવાનું મંજૂર કરાયું છે. આ પાર્ટી પ્લોટ બનતા કોર્પોરેશનના પ્લોટ પર થતા દબાણની સમસ્યામાંથી મુક્તિ મળશે, તેમ જ શહેરીજનોને ઓછા ખર્ચમાં પાર્ટી પ્લોટમાં પોતાના પ્રસંગો ઉજવવાની સુવિધા મળશે. વડોદરામાં હાલ કોર્પોરેશન હસ્તકના નાના-મોટા 129 બગીચા અને 99 અર્બન ફોરેસ્ટ છે.

Share :

Leave a Comments