- ફાયર બ્રિગેડ પાસે હાલમાં 20 બેઝ સેટ 10 વોકીટોકી સેટ ઉપલબ્ધ છે
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર બ્રિગેડ વિભાગ માટે 30 વોકીટોકી સેટની ખરીદી કરવામાં આવશે. એક વર્ષના એર ટાઇમ ચાર્જ તથા 30 સેટના એર ટાઇમ ચાર્જ રીન્યુઅલ સહિત કુલ 21.23 લાખ ખર્ચ થનાર છે. આ માટે સ્ટેન્ડિંગ સમિતિના દરખાસ્ત રજૂ થઈ છે. દર વર્ષની માફક ચાલુ સાલે પણ તા.1 જુનથી ફ્લડ કંટ્રોલ શરૂ કરવામાં આવેલ છે. આ કંટ્રોલરૂમમાં વડોદરા શહેર તથા આજુ બાજુના વિસ્તારમાં પડતા વરસાદના આંકડાની નોંધણી, મકાન પડે અથવા તો ઝાડ પડે ત્યારે તથા આગ અકસ્માત સમયે સંદેશા વ્યવહાર કરવા માટે લાંબા અંતરે વાતચીત કરવા માટે વોકી ટોકીની જરૂર પડે છે.
ફાયર બ્રિગેડ પાસે હાલમાં 20 બેઝ સેટ 10 વોકીટોકી સેટ મળી કુલ 30 સેટ ઉપલબ્ધ છે. પરંતુ ચોમાસા દરમિયાન ફલડ કંટ્રોલ રૂમ ઉભો કરવા અન્ય વોકીટોકીની જરૂરિયાત પડે છે. પરંતુ ફાયર બ્રિગેડનો કંટ્રોલરૂમ તેના ઓફિસર, પાણી પુરવઠા શાખા, વ્હીકલ પુલ શાખા તથા ઉચ્ચ અધિકારીઓ માટે કુલ મળીને 60 વોકી ટોકી સેટ છ મહિના માટે ટેન્ડર પ્રક્રિયા કરી જરૂર મુજબ ભાડે લેવામાં આવતા હતા. ચાલુ વર્ષે કંટ્રોલ રૂમ માટે નવા 60 વોકીટોકી સેટ ખરીદવા માટે ચૂંટણીની આચારસંહિતા અમલમાં હોવાથી મુખ્ય નિર્વાચન અધિકારી, ગાંધીનગરની મંજૂરી મેળવીને ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ માટે એક જ વેપારીનું ટેન્ડર આવ્યું હતું. ચોમાસાની ઋતુ એકદમ નજીક હોવાથી જરૂરિયાત મુજબના વોકીટોકી સેટની ખરીદી કરવી જરૂરી હતી. આ માટે વડોદરા મ્યુનિસિપલ કમિશનરની તા.6 જૂનથી થી મંજૂરી મેળવવામાં આવેલ છે.