વડોદરા કોર્પેોરેશનને તા.1 એપ્રિલથી 7 ઓક્ટોબર સુધીમાં વ્યવસાય વેરાની 22.60 કરોડ આવક થઈ

કોર્પોરેશને 2023-24માં વ્યવસાય વેરાની આવકનો લક્ષ્યાંક 59.25 કરોડ રાખ્યો

MailVadodara.com - Vadodara-Corporation-received-22-60-crore-business-tax-revenue-from-April-1-to-October-7

- વ્યવસાય વેરાના 38,486 ખાતા ક્લિયર થયા

- 30 સપ્ટેમ્બર સુધીમાં વ્યવસાય વેરો નહીં ભરનાર પાસેથી 18% વ્યાજ અને પેનલ્ટી વસૂલાશે

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને વર્ષ 2023-24માં વ્યવસાય વેરાની આવકનો લક્ષ્યાંક આશરે 59.25 કરોડ રાખ્યો છે. કોર્પોરેશન દ્વારા તારીખ 30 સપ્ટેમ્બર સુધીમાં કોર્પોરેશનની હદમાં વ્યવસાય કરતાં વ્યવસાયકોને વ્યવસાય વેરો ભરી દેવા સૂચના પણ આપી હતી. કોર્પોરેશનને તારીખ 1 એપ્રિલ થી 7 ઓક્ટોબર સુધીમાં વ્યવસાય વેરાની કુલ 22.60 કરોડ આવક થઈ છે. આ આવક પીઇસી અને પીઆરસીના કુલ 38486 ખાતા ક્લિયર થતા થઈ છે. જેમાં પીઈસીના ખાતા 18031 અને પીઆરસીના 20455 ખાતાનો સમાવેશ થાય છે. પીઇસી એટલે એમ્પ્લોયરના ખાતા અને પીઆરસી એટલે રજીસ્ટ્રેશન વાળા ખાતા. 

વડોદરા કોર્પોરેશનના 1 થી 19 વોર્ડમાં સૌથી વધુ વોર્ડ નંબર 8માં પીઈસીના 2484 ખાતાની 58.27 લાખ આવક થઈ છે. આજ વોર્ડમાં પીઆરસીના 5345 ખાતાની 5.65 કરોડ મળી કુલ 6.24 કરોડ આવક પ્રાપ્ત થઈ છે. આમ, વોર્ડ નંબર 8 માં કુલ 7,829 ખાતા ક્લિયર થયા છે. જ્યારે વોર્ડ નંબર 6 માં સૌથી ઓછા માત્ર 614 ખાતા ક્લિયર થતાં કુલ આવક 14.72 લાખ મળી છે. જેમાં પીઈસીના 425 ખાતાના 9.59 લાખ અને પીઆરસીના 189 ખાતાના 5.12 લાખનો સમાવેશ થાય છે . 

કોર્પોરેશનમાં પીઆરસી અને પીઈસીના અંદાજે 80,000 ખાતા છે. જે લોકોનો તારીખ 30 સપ્ટેમ્બર સુધીમાં વ્યવસાય વેરો નહીં ભરાયો હોય તેની પાસેથી વેરાના નાણા 18% વ્યાજ અને પેનલ્ટી સાથે વસૂલ કરવા મહેસુલી રાહે પગલાં લેવા કોર્પોરેશન કાર્યવાહી કરશે. હવે કોર્પોરેશન નોટિસોની બજવણી શરૂ કરશે તેમ જાણવા મળ્યું છે.

Share :

Leave a Comments