- પેન્શનરો-ફેમિલી પેન્શનરોને નિયમિત પેન્શન મળે તે માટે તેમની હયાતીની ખાતરી અંગે તંત્ર દ્વારા ઘર બેઠા સૌપ્રથમ વાર ડિજિટલ લાઈફ સર્ટિફિકેટની સુવિધા શરૂ
વડોદરા કોર્પોરેશનના નિવૃત્ત કર્મચારીઓને દર વર્ષે પોતાની હયાતી માટે કોર્પોરેશનની કચેરી ખાતે આવવું પડશે નહીં. વડોદરા કોર્પોરેશન દ્વારા નિવૃત્ત કર્મચારીઓ માટે ઘર બેઠા હયાતીના પુરાવા માટે ઓનલાઇન સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા પેન્શનરો-ફેમિલી પેન્શનરોને નિયમિત પેન્શન મળતું રહે તે માટે તેમની હયાતીની ખાતરી અંગે તંત્ર દ્વારા ઘર બેઠા સૌપ્રથમ વાર ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ (ડીએલસી)ની સુવિધા શરૂ કરવામાં આવી છે. નોંધનીય છે કે, આ અંગેની કાર્યવાહી માટે એન્ડ્રોઇડ મોબાઈલ ફોન જરૂરી છે.
ઉલ્લેખનીય છે કે ઘરે બેઠા ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ પેન્શનરો અને ફેમિલી પેન્શનરો (ગેસ ખાતા સહ) આધાર કાર્ડનો વિકલ્પ પસંદ કરીને આધાર નંબર મોબાઇલ નંબર તેમજ ઇમેલ એડ્રેસ એન્ટર કરી સબમીટ કર્યા બાદ આવેલો OTP દાખલ કરીને પુનઃ સબમીટ કરવાનું રહેશે. ત્યારબાદ પોતાનું નામ ફેમિલી પેન્શનના કિસ્સામાં વિકલ્પ પસંદ કરવાનો રહેશે. ઓર્ગેનાઈઝેશન ટાઇપમાં મ્યુનિસિપલ કોર્પોરેશન -લોકલ બોડી તથા સેન્સર ઓથોરિટી ડિસ્ટર્બિંગ એજન્સી અને એજન્સીમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સિલેક્ટ કરવું.
આ ઉપરાંત પીપીઓ નંબરમાં પેન્શન નંબર એકાઉન્ટ નંબર બેન્ક ઓફ બરોડાનો પેન્શન વિભાગમાં આપેલો નંબર દાખલ કરવાનો રહેશે. તેવી જ રીતે રીએમ્પ્લોઇડ, રી-મેરેજની વિગત આપવાની રહેશે. આ ઉપરાંત આધાર ઓથોરિટી કેમેરો ઓપન થશે તેમાં પેન્શનરે પોતાનો ચહેરો કેમેરા સમક્ષ રાખીને સ્કેન કરવો ત્યારબાદ કન્ફર્મ કરવું. આ મોબાઈલ પર જીવન પ્રમાણ લાઈફ સર્ટિફિકેટ ડીએલસીનો શોટ લઈ લેવાનો રહેશે. બાદ 24 કલાક પછી મોબાઈલ નંબર પર આ અંગે કન્ફર્મ બાબતનો મેસેજ મળશે.
મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાની સૂચના અને માર્ગદર્શન હેઠળ ચિફ એકાઉન્ટન્ટ સંતોષ તિવારી દ્વારા સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. વડોદરા મહાનગર પાલિકા દ્વારા વૃદ્ધ અને પેન્શનરો અને ફેમિલી પેન્શનરો માટે સૌપ્રથમવાર ઓનલાઇન ડિજિટલ લાઈફ સર્ટિફિકેટની ખાસ સગવડ આપવામાં આવી છે. જેનો લાભ લેવા પાલિકાના નિવૃત્ત પેન્શનર કર્મીઓને જણાવાયું છે.