વડોદરા કોર્પોરેશનને એડવાન્સ મિલકત વેરા રીબેટ યોજનામાં અત્યાર સુધીમાં 166 કરોડની આવક થઇ

આ યોજના 5 ઓગસ્ટ સુધી અમલમાં રહેશે, પછી રેગ્યુલર વેરા બીલ અપાશે

MailVadodara.com - Vadodara-Corporation-has-received-an-income-of-166-crores-so-far-under-the-Advance-Property-Tax-Rebate-scheme

- મિલકત વેરો એડવાન્સમાં ભરનાર કરદાતાઓને રેહણાંક મિલકત માટે 10 ટકા અને બિન-રેહણાંક મિલકત માટે 5 ટકા વળતર મળશે

વડોદરા મહાનગરપાલિકા દ્વારા એડવાન્સ મિલકત વેરા રીબેટ (વળતર) યોજના હાલમાં અમલમાં મુકવામાં આવી છે જેનો અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે. આ યોજનાનો લાભ લેવા ઈચ્છતા નાગરિકો આગામી તારીખ 5 ઓગસ્ટ સુધી એડવાન્સ રીબેટ યોજનાનો લાભ લઇ શકશે. અત્યાર સુધીમાં પાલિકાએ રૂપિયા 166.20 કરોડની અધધ આવક મેળવી છે.

વડોદરા મહાનગરપાલિકાની અખબારી યાદીમાં જણાવવામાં આવે છે કે, વડોદરા મહાનગરપાલિકા દ્વારા એડવાન્સ રીબેટ (વળતર) યોજના હાલમાં અમલમાં છે. ચાલુ વર્ષે તા. 29 જુલાઈ 2024 સુધી મિલક્ત વેરાની કુલ આવક 166.20 કરોડ થઇ છે. વર્ષ 2024-25નો મિલકત વેરો એડવાન્સમાં ભરનાર કરદાતાઓને રેહણાંક મિલકત માટે 10 ટકા અને બિન-રેહણાંક મિલકત માટે 5 ટકા વળતર તેમજ બંને કિસ્સામાં ઓનલાઇન માધ્યમ દ્વારા પેમેન્ટ ભરનાર કરદાતાઓ માટે વધુ 1 ટકા વળતરની યોજના અમલમાં મુકેલ છે.

આ યોજના હેઠળ અત્યાર સુધીમાં ઓનલાઇન પેમેન્ટ દ્વારા 99.91 કરોડની વસુલાત થઇ છે. જેમાં કરદાતાઓને અત્યાર સુધીની કુલ 9.27 કરોડનું રીબેટ આપવામાં આવ્યું છે. આ યોજનાને હવે છેલ્લા 7 દિવસ બાકી છે. સદર યોજના આગામી તા. 5 ઓગસ્ટ 2024 સુધી અમલમાં છે. ત્યાર બાદ વર્ષ 2024-25ના રેગ્યુલર વેરા બીલ આપવાની કાર્યવાહી કરવામાં આવશે. જેથી એડવાન્સ મિલકત વેરો ભરી સદર યોજનાનો વધુમાં વધુ લાભ લેવા તમામ કરદાતાઓને અનુરોધ કરવામાં આવે છે.

Share :

Leave a Comments