વડોદરા કોર્પોરેશન દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક અંગે વિવિધ વિસ્તારોમાં સઘન ચેકિગ, થેલીઓ જપ્ત કરી

પાલિકા દ્વારા કોઠી કચેરી વિસ્તાર, સલાટવાડા સહિતની વિસ્તારોમાં ચેકિગ હાથ ધર્યું

MailVadodara.com - Vadodara-Corporation-conducted-intensive-checking-in-various-areas-regarding-single-use-plastic-seized-bags

- શાકભાજી સહિત લારી-ગલ્લા પથારાવાળાઓ પાસેથી સિંગલ યુઝ પ્લાસ્ટિકની થેલીઓનો જથ્થો કબજે કરી દડનીય કાર્યવાહી કરાઇ

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને નવા વર્ષના પ્રારંભથી જ સિંગલ યુઝ પ્લાસ્ટિક અંગે શહેરના વિવિધ વિસ્તારમાં સઘન ચેકિંગ શરૂ કર્યું હતું, જેમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકની થેલીઓ જપ્ત કરી અને દંડનીય કાર્યવાહી કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, સિંગલ યુઝ પ્લાસ્ટિકની થેલીઓ વાપરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. ત્યારે પાલિકાની ટીમ દ્વારા કોઠી કચેરી વિસ્તાર, સલાટવાડા શાક માર્કેટ, ગોત્રી-સેવાસી સહિત શહેરના વિવિધમાં ઉભા રહેતા શાકભાજીવાળા તેમજ લારી-ગલ્લાવાળા સહિત ઠેક ઠેકાણે પાલિકાની ટીમ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં શાકભાજી સહિત વિવિધ ચીજ-વસ્તુઓ આપનારા લારી-ગલ્લા પથારાવાળાઓની પાસેથી સિંગલ યુઝ પ્લાસ્ટિકની થેલીઓનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત પાલિકાની ટીમ દ્વારા વિવિધ વિસ્તારમાં સિગલ યુઝ પ્લાસ્ટિક બાબતે સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. કેટલાક વિસ્તારમાં પાલિકાની ટીમે દંડનીય કાર્યવાહી પણ કરી હતી.

Share :

Leave a Comments