વડોદરા કોર્પોરેશન દ્વારા ગટરના મેન હોલ, વરસાદી ચેનલ અને કાંસની 50% પ્રિમોન્સૂન કામગીરી પુરી

હાઇવેનું પાણી શહેરની બહારથી જ ડાઈવર્ટ કરી દેવા જે આયોજન હાથ ધરાયું

MailVadodara.com - Vadodara-Corporation-completes-50-percentage-pre-monsoon-work-of-sewer-man-hole-rain-channel-and-bund

- આગામી બે મહિનામાં તમામ કાર્ય પૂરું કરી દેવાશે : સ્ટેન્ડિગ સમિતિના અધ્યક્ષ


વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષની માફક પ્રી-મોનસુનની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેમાં મેન હોલ, કેચપીટ, વરસાદી ચેનલ અને કાંસની 50 ટકા જેટલી કામગીરી પૂરી થઈ ગઈ છે. આગામી બે મહિનામાં તમામ કાર્ય પૂરું કરી દેવામાં આવશે તેમ સ્ટેન્ડિંગ સમિતિના અધ્યક્ષનું કહેવું છે. તેમના કહેવા અનુસાર, જે વિસ્તારમાં ચોમાસાના પાણી ભરાય છે, ત્યાં કોર્પોરેશન દ્વારા કોર્પોરેટિંગ વેલનો અભિગમ અપનાવવામાં આવ્યો છે. જેના કારણે અગાઉ કલાકો સુધી વરસાદી પાણી ભરાઈ રહેતા હતા તે હવે ઝડપભેર ઉતરી જાય છે. આ વખતના કોર્પોરેશનના બજેટમાં પરકોલેટીંગ વેલ અને વોટર હાર્વેસ્ટિંગના કામો હાથ પર લીધા છે અને શહેરના જે વિસ્તારોમાં વોટર લોગિંગના પ્રશ્નો છે ત્યાં આના કામો કરવામાં આવશે.


દર વર્ષે ચોમાસામાં હાઇવે તરફથી વરસાદી પાણી આવતા પૂર્વ વિસ્તારમાં જળબંબાકારની પરિસ્થિતિ ઉભી થાય છે તેને ધ્યાનમાં રાખીને આ વિસ્તારમાં વરસાદી ચેનલો અને કાંસની સફાઈ પણ શરૂ કરી દેવામાં આવી છે. જોકે કોર્પોરેશન, વુડા, સિંચાઈ વિભાગ દ્વારા સંયુક્ત પણે હાઇવેનું પાણી શહેરની બહારથી જ ડાઈવર્ટ કરી દેવા જે આયોજન હાથ ધરવામાં આવ્યું છે, તેની કામગીરી પણ શરૂ કરવામાં આવનાર છે. 


શહેરમાં 41 હજારથી વધુ મેન હોલમાંથી આશરે 25 હજારની સફાઈ થઈ ચૂકી છે. અંદાજે 33,000 કેચપીટમાંથી 8,100 સાફ કરવામાં આવ્યા છે. વરસાદી કાસની 23% અને ચેનલની 45% કામગીરી પૂરી થઈ ચૂકી છે. હજુ બે દિવસ પહેલા વડોદરામાં રી ઇમેજિંગ વડોદરા કાર્ય શિબિર યોજાઈ હતી. જેમાં રાજમાતાએ પણ ટકોર કરી હતી કે, વડોદરાના તળાવો અને નદી કચરાથી ગંદા થઈ ગયા છે. આ ટકોરને ધ્યાનમાં રાખીને ચેરમેને કહ્યું હતું કે, લોકો નદી તળાવ અને કાંસ ગંદા ન કરે તેમાં કચરો ન ફેંકે.

Share :

Leave a Comments