વડોદરા કોર્પોરેશનનું વર્ષ 2024-25નું રિવાઇઝડ અને 2025-26નું ડ્રાફ્ટ બજેટ 28મીએ રજૂ થશે!

આગામી દિવસોમાં પાલિકાની ચૂંટણી આવતી હોઇ આ બજેટ ચૂંટણીલક્ષી હોવાની શક્યતા

MailVadodara.com - Vadodara-Corporation-Revised-Budget-2024-25-and-Draft-Budget-2025-26-to-be-presented-on-28th

વડોદરા મહાનગર પાલિકાનું સને 2024-25નું રિવાઇઝડ બજેટ અને 2025 -26નું ડ્રાફ્ટ બજેટ આગામી તા. 28મીના રોજ સવારે 10.30 કલાકે મ્યુનિસિપલ કમિશનર દ્વારા સ્થાયી સમિતિમાં રજૂ કરવામાં આવશે. આ બજેટ આગામી દિવસોમાં પાલિકાની ચૂંટણી આવતી હોઇ ચૂંટણીલક્ષી હોવાનું મનાય છે.

આ વર્ષે વડોદરા સહિત રાજ્યની તમામ મહાનગર પાલિકાઓની ચૂંટણી યોજવાની હોવાથી કર-દર વધારાની શક્યતા જણાતી નથી. આગામી સપ્તાહે રીવાઈઝડ બજેટ અને ડ્રાફ્ટ બજેટ રજૂ થયા પછી સ્થાયી સમિતિમાં બીજા જ દિવસથી બેઠકોનો દોર શરૂ થશે, જેમાં બજેટલક્ષી ચર્ચાઓ હાથ ધરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે. અંદાજે એક સપ્તાહની ચર્ચા-વિચારણા બાદ તેને મહાનગર પાલિકાની સામાન્ય સભામાં રજૂ કરવામાં આવશે. સામાન્ય સભામાં આ માટે વિશેષ બેઠકોનો દોર શરૂ થયા પછી સંભવતઃ આગામી તા. 20 મી ફેબ્રુઆરી પહેલા બજેટને મંજૂરી આપી દેવામાં આવે તેવી શક્યતાઓ છે.

ઉલ્લેખનીય છે કે, આ વખતે પાલિકાના ઇતિહાસમાં સૌપ્રથમવાર નાગરિકો પાસેથી બજેટ સંદર્ભે સૂચનો મંગાવવામાં આવ્યા છે. મહાનગર પાલિકા દ્વારા આ પ્રયોગ સૌપ્રથમ વાર કરવામાં આવ્યો છે. ત્યારે પાલિકા દ્વારા નગરજનોનોના કેટલા સુચનોનો સમાવેશ કરવામાં આવે છે તે જોવું રહ્યું.

Share :

Leave a Comments