વડોદરા શહેર-જિલ્લા નિવૃત્ત પોલીસ કર્મચારી ગ્રૂપના પાંચમા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો

નિવૃત્ત પોલીસ કર્મચારી ગૃપના પ્રમુખ કિશોરકુમાર કેસારકરને શુભેચ્છાઓ પાઠવી

MailVadodara.com - Vadodara-City-District-Retired-Police-Personnel-Group-organized-a-get-together-on-the-occasion-of-Mangal-Pravesh-in-the-fifth-year

- કોરોનાકાળમાં મૃત્યુ પામેલા નિવૃત્ત 14 જેટલા પોલીસ કર્મચારીઓના પરિવારોને સન્માનિત કરાયાં, બે મિનીટનું મૌન પણ રાખવામાં આવ્યું


વડોદરા શહેર-જિલ્લા નિવૃત્ત પોલીસ કર્મચારી ગૃપના આજે પાંચમા વર્ષમાં મંગલ પ્રવેશની ઉજવણીના ભાગરૂપે શહેરના પ્રતાપનગર રોડ સ્થિત ખાનગી હોલ ખાતે સ્નેહમિલનનો કાર્યક્રમ પ્રમુખ કિશોરકુમાર કેસારકર દ્વારા યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનો ઉદ્દેશ નિવૃત્ત પોલીસ કર્મીઓ તથા નિવૃત્ત ગેઝેટેડ કર્મીઓના પેન્સનમાં વધારો થાય તે દિશામાં કામગીરી કરવાનું, નવા નિવૃત્ત પોલીસ કર્મીઓને સભ્ય પદ માટે ઓળખકાર્ડનું વિમોચન અને વિતરણ કરવાનો તથા  કોરોનાકાળ દરમિયાન નિવૃત્ત 14 જેટલા મૃત્યુ પામેલા પોલીસ કર્મીઓના પરિવારોને સન્માનિત કરવામાં આવ્યા હતા. પ્રતાપનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ ચંદ્રકાન્ત કાશીરામ ચૌધરી જેઓની બંન્ને કિડની ફેઇલ હોઇ તેઓને રૂ.પાંચ હજારના ચેકની સહાય કરવામાં આવી હતી. સાથે જ ઉપસ્થિત શહેર પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગૈહલોત તથા અન્ય પોલીસ અધિકારીઓ, ઉપસ્થિત આગેવાનોનું મુમેન્ટો અને પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું.



આ કાર્યક્રમમાં વડોદરા શહેર પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગૈહલોત, વડોદરા શહેર ડી.સી.પી.(વહિવટ) તેજલ પટેલ, કમલેશ વસાવા -એ.સી.પી. (હેડક્વાર્ટર),  એમ.એમ.રાઠોડ -આર.પી.આઇ. (પોલીસ હેડક્વાર્ટર), મુકુંદ બક્ષી-ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, વડોદરા, ક્રિશ્ના પાટીલ-નિવૃત્ત પોલીસ ઇન્સપેક્ટર (ખજાનચી, વડોદરા શહેર), એમ.સી. પરમાર -સી.પી.આઇ.-કરજણ, નિવૃત્ત ગેઝેટેડ પોલીસ ઓફિસર્સ એસોસિએશનના પ્રમુખ કિશોરસિંહ ચૌહાણ તથા કાર્યક્રમના આયોજક તથા પ્રમુખ વડોદરા શહેર-જિલ્લા નિવૃત્ત પોલીસ કર્મચારી ગૃપ- કિશોરકુમાર કેસારકર વિશેષ ઉપસ્થિત રહ્યાં હતાં. આ કાર્યક્રમની શરૂઆત મહાનુભાવો દ્વારા દીપ પ્રાકટ્યથી કરવામાં આવી હતી. આ ઉપરાંત અહીં દેશભક્તિ સહિતના ગીતો પણ નિવૃત્ત પોલીસ કર્મીઓ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા.


ઉલ્લેખનીય છે કે, કોરોનાકાળમાં મૃત્યુ પામેલા નિવૃત્ત પોલીસ જવાનોના માનમાં બે મિનીટનું મૌન પણ રાખવામાં આવ્યું હતું. આ પ્રસંગે વડોદરા શહેર પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગૈહલોતે વડોદરા શહેર-જિલ્લા નિવૃત્ત પોલીસ કર્મચારી ગૃપના પાંચમા મંગલ પ્રવેશ નિમિત્તે સર્વ નિવૃત્ત પોલીસ કર્મીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. સાથે જ નિવૃત્તિ બાદ પોલીસ કર્મીઓના વિવિધ પ્રશ્ને કામ કરતા વડોદરા શહેર-જિલ્લા નિવૃત્ત પોલીસ કર્મચારી ગૃપના પ્રમુખ કિશોરકુમાર કેસારકરને બિરદાવ્યા હતા અને શુભેચ્છાઓ પાઠવી હતી.

Share :

Leave a Comments