- કેદી નસીરે કયા કારણોસર આત્મહત્યાનો પ્રયાસ કર્યો તે કારણ અકબંધ
વડોદરા સેન્ટ્રલ જેલના કેદી નસીર ઉર્ફે ટકલુ રહીમભાઇ શેખે અજાણ્યા કારણોસર બે દિવસ પહેલાં કાચથી જાંઘ ઉપર જીવેલણ ઘા કરી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, જ્યારે આજે સવારે જેલના કેદી નસીરે નાહવાના સાબુના ટુકડા કરી ખાઇ લેતાં તે ચક્કર ખાઇને પડી ગયો હતો, જેને પગલે તેને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. કેદીએ કયા કારણોસર આત્મહત્યાનો પ્રયાસ કર્યો તે અંગેનું કારણ અકબંધ છે. બનાવને પગલે જેલમાં ચકચાર મચી ગઇ હતી.
મળેલી માહિતી અનુસાર વડોદરા સેન્ટ્રલ જેલમાં 44 વર્ષીય નસીર ઉર્ફ ટકલુ રહીમભાઇ શેખ સજા ભોગવી રહ્યો છે. આજે સવારે નસીરે અજાણ્યા કારણોસર સાબુના ટુકડા કરીને સાબુ ખાઇ જઇ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. સાબુ ખાઈ જવાના કારણે ચક્કર આવતા પડી જતાં જેલના ફરજ ઉપરના કર્મીઓ તુરંત જ કેદી નસીર ઉર્ફ ટકલુ શેખને સયાજી હોસ્પિટલમાં લઇ આવ્યા હતા. જ્યાં તેની હાલતને જોઈ મેડિસીન વિભાગમાં દાખલ કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલાં પણ 44 વર્ષીય નસીર ઉર્ફ ટકલુ રહીમભાઇ શેખે કોઈ કારણસર જેલમાં કાચના ટુકડાથી જાંઘમાં જીવલેણ ઘા કર્યા હતા. જેને પગલે નસીરને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તબીબે તેની તપાસ કરતા તેના મોઢામાં કાચનો ટુકડો જાેવા મો હતો. ડોક્ટરે કાચનો ટુકડો બહાર કઢાવવા માટે પ્રયાસો કર્યા હતા. પરંતુ, કેદી કાઢતો ન હતો.
આ દરમિયાન ડો. અર્ચના ગાંધીએ આ બનાવ અંગે હોસ્પિટલ સ્થિત રાવપુરા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. કેદી નસીર ઉર્ફ ટકલુ રહીમભાઇ શેખે કયા કારણોસર આત્મહત્યાનો પ્રયાસ કર્યો તે અંગેનું કારણ અકબંધ છે. કેદીનું નિવેદન લીધા બાદ અન્ય વિગતો બહાર આવશે. આ બનાવે જેલમાં ચકચાર જગાવી મુકી છે.