વડોદરા સેન્ટ્રલ જેલનો પેરોલ પર ગયેલો પાકા કામનો કેદી હાજર ન થતાં ફરિયાદ

તા.11 માર્ચના રોજ પુન સેન્ટ્રલ જેલમાં હાજર થવાનું હતું

MailVadodara.com - Vadodara-Central-Jail-Parole-Inmate-Complaint-Not-Appearing

વડોદરા સેન્ટ્રલમાં જેલમાં સજા કાપતા કાચા તથા પાકા કામના કેદીઓ દ્વારા પેરોલ રજા પર ગયા બાદ અવારનવાર ફરાર થઇ ગયા હોવાની ફરિયાદ નોંધાઇ છે. મધ્યસ્થ જેલમાં પાકા કેદી તરીકે સજા કાપી રહેલા રાકેશ ઉર્ફે  દિનેશ બળવંત ભેદી (રહે. મૈત્રાલ,ઠે.તાડ ફળીયુ,તા.મોરવા હડફ.  જી-પંચમહાલ)ને સંતરામપુર પોલી સ્ટેશનમાં નોંધાયેલા પોકસોના ગુનામાં નોંધાયેલા ગુનામાં વર્ષ 2023માં 20 વર્ષની કેદની સજા ફટકારવામાં આવી હતી. જેથી એક વર્ષથી સજા કાપી રહેલા આ પાકા કામના કેદીની 20 ફેબ્રુઆરીના રોજ 15 દિવસની પેરોલ રજા મંજુર થતાં કેદીને 24 ફેબ્રુઆરીના રોજ પેરોલ રજા પર મુકત કરવામા આવ્યો હતો. કેદીએ રજા પૂર્ણ થતા 11 માર્ચના રોજ હાજર થવાનુ હતું પરંતુ નહી થઇ કેદી ફરાર થઇ ગયો હતો. જેથી રાવપુરા પોલીસ સ્ટેશનમાં કેદી સામે ફરિયાદ નોંધાઇ છે.

Share :

Leave a Comments