વડોદરા સેન્ટ્રલ જેલનો પાકા કામનો કેદી પેરોલ જમ્પ કરી ફરાર થઇ જતાં ફરિયાદ

ભાલેજનો સલીમ ઉર્ફે વકીલ વોરા હત્યાના ગુનામાં સજા ભોગવતો હતો

MailVadodara.com - Vadodara-Central-Jail-Paka-Kama-prisoner-escapes-after-jumping-parole

- જેલર એસ. એચ. વસાવાએ પરોલ જમ્પ કરનાર આરોપી સામે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

વડોદરા મધ્યસ્થ જેલમાં સજા કાપી રહેલા પાકા કામના કેદી 10 દિવસની પેરોલ રજા પર ગયો હતો. ત્યારબાદ રજા પૂર્ણ થયા બાદ પુન જેલમાં હાજર નહી થઇને ફરાર થઇ ગયો હતો. જેથી જેલરે રાવપુરા પોલીસ સ્ટેશનમાં આરોપી સામે ફરિયાદ નોંધાવી છે. 

 આણંદ જિલ્લાના ભાલેજ ગામે આવેલી ગોલ્ડન સોસાયટીમાં રહેતા સલીમ ઉર્ફે વકીલ અબ્દલુગની વોરા હત્યાના ગુનામાં પાકા કામના કેદી તરીકે વડોદરા મધ્યસ્થ જેલમાં સજા ભોગવતો હતો. દરમિયાન કેદી 11 ડિસેમ્બના રોજ  જેલમાંથી 10 દિવસની પેરોલ પર મંજૂર થતા તેને જેલમાં 13 ડિસેમ્બરના રોજ પેરોલ પર રજા પર મુકતા કરાયો હતો. જેથી તેને રજા પૂર્ણ થયા બાદ ડિસેમ્બરના રોજ જેલમાં પુન હાજર થવાનું હતુ. પરંતુ આરોપી પેરોલ જમ્પ કરીને ફરાર થઇ ગયો હતો અને જેલમાં હાજર થયો ન હતો. જેથી જેલર એસ. એચ. વસાવાએ પરોલ જમ્પ કરનાર આરોપી સામે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

Share :

Leave a Comments