સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રાજ્ય સરકારે કોર્પોરેશનને 188 કરોડની ગ્રાન્ટ ફાળવી

આઠ મહાનગરપાલિકાઓને વિવિધ કામો માટે 2111 કરોડ ફાળવાયા હતા

MailVadodara.com - Under-the-Swarnim-Jayanti-Chief-Minister-Urban-Development-Scheme-the-state-government-allocated-a-grant-of-188-crores-to-the-corporation

રાજ્ય સરકાર દ્વારા સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને રૂ.188 કરોડની ફાળવણી કરવામાં આવી છે. આ ગ્રાન્ટ મળવાથી વડોદરા શહેરના વિકાસ કામગીરીને બળ મળશે. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા રાજ્યની મહાનગરપાલિકા અને નગરપાલિકાઓના સર્વાંગી વિકાસ માટે મુખ્યમંત્રી, અન્ય મંત્રીઓ અને અધિકારીઓના હસ્તે મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે તા.13ના રોજ રૂ.2111 કરોડની રકમના ચેક અર્પણ સમારોહ યોજાયો હતો. જેમાં વડોદરા કોર્પોરેશને રૂ.188 કરોડનો ચેક સ્વીકાર્યો હતો.

રાજ્ય સરકાર દ્વારા આઠ મહાનગરપાલિકાઓને આંતરમાળખાકીય સુવિધાઓ ઊભી કરવા તેમજ વિકાસના વિવિધ કામો માટે રૂ.2111 કરોડની ફાળવણી કરવામાં આવી હતી. વડોદરા કોર્પોરેશનને રૂ.188 કરોડની ફાળવણી થતા શહેરના વિવિધ વિસ્તારોમાં રસ્તા, ડ્રેનેજ, પીવાના પાણી, સ્ટ્રીટલાઇટ સહિત અન્ય આંતર માળખાકીય મળતી સુવિધાઓ ને લગતી કામગીરીમાં વધારો થશે.

Share :

Leave a Comments