- તારીખ 13, 14 અને 15 ઓગસ્ટના રોજ હર ઘર તિરંગા અભિયાન હાથ ધરાશે
વડોદરા શહેરના ઇલેક્શન વોર્ડ નં13 ના ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા આજરોજ `હર ઘર તિરંગા' અભિયાન અંતર્ગત રાહદારીઓને નિ:શુલ્ક તિરંગા વિતરણ કરવામાં આવ્યું હતું.
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા `હર ઘર તિરંગા' યાત્રા થકી દેશમાં દેશની આન બાન શાન સમા તિરંગા લહેરાવી દેશભક્તિ લોકોમાં જાગૃત થાય તે માટે અભિયાન શરૂ કર્યું હતું. જેમાં ત્રણ દિવસ સુધી તિરંગો પોતાના ઘર પર ફરકાવી શકાય ત્યારે આગામી 15 ઓગસ્ટને ધ્યાનમાં રાખીને તારીખ 13, 14 અને 15 ઓગસ્ટના રોજ હર ઘર તિરંગા અભિયાન હાથ ધરવામાં આવશે.
આજરોજ ઇલેક્શન વોર્ડ નં.13 ના ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા દ્વારા શહેરના ખંડેરાવ માર્કેટ ચારરસ્તા નજીક લોકોને નિ:શુલ્ક તિરંગાનુ વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે જ આપણા રાષ્ટ્રધ્વજની ગરિમા જાળવવા માટે પણ અપીલ કરાઇ હતી. આ પ્રસંગે અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઇ, મ્યુનિસિપલ કાઉન્સિલરો જ્યોતિબેન પટેલ, ધર્મેશ પટણી, જાગૃતિબેન કાકા, મહામંત્રી મનિષભાઇ વાઘ, નલીનભાઇ, યુવા મોરચાના પ્રભારી કૃણાલભાઇ, હર્ષદભાઇ સિસોદિયા સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં.