અલ્ટ્રા મોર્ડન એજન્સી કોન્ટ્રાકટના માણસોને રૂ.૩૦ માં બે જોડી કપડા અને રૂ. ૨૦ માં શૂઝ કેવી રીતે આપશે..?

પાલિકાના અધિકારીઓ એટલે કહેતા ભી દીવાના ઔર સુનતા ભી દીવાના"...!

MailVadodara.com - Ultra-modern-agency-contract-men-get-two-pairs-of-clothes-for-Rs-30-and-Rs-How-to-give-shoes-in-20

- ભૂતકાળમાં સુરતમાં છ માસ માટે બ્લેક લિસ્ટ થયેલા કોન્ટ્રાક્ટરને પોંખવા ભ્રષ્ટ વહીવટ થનગનાટ કરે છે..!

- ધર્મેશ રાણા શું અલ્ટ્રા મોર્ડન એજન્સીને કામ અપાવવામાં સંગઠનના એક નેતા નો હાથો બની રહ્યા છે..?

વડોદરા મહાનગર પાલિકાના ભ્રષ્ટ વહીવટ માં વિવાદિત કામોની ભરમાળ વચ્ચે સ્થાયી સમિતિમા વધુ એક દરખાસ્ત વિવાદનું કેન્દ્ર બની છે. ૩૦૦  થી વધુ માણસોના કોન્ટ્રાકટમાં અગાઉ છ માસ માટે સુરતમાં બ્લેક લીસ્ટ થયેલા કોન્ટ્રાકટર પર અધિકારીઓ મહેરબાન   થઈ રહ્યાં હોય તેમ લાગી રહ્યું છે.


        વડોદરા મહાનગર પાલિકાના ભ્રષ્ટ વહીવટના બોલતા પુરાવા છશવારે પ્રકાશમાં આવે છે. તાજેતરમાં સ્થાયી સમિતિમાં આવેલી મેનપાવરની દરખાસ્ત વિવાદ નું કેન્દ્ર બની છે.  આ દરખાસ્ત મુજબ પાલિકાના વિવિધ વિભાગો અને કચેરીએ  ૩૦૦ થી વધુ માણસો કોન્ટ્રાક્ટ હેઠળ રાખવાનો કોન્ટ્રાક્ટ આપવાનો છે. આ કોન્ટ્રાકટ માટે અલ્ટ્રા મોર્ડન એજન્સી નામના કોન્ટ્રાક્ટરને કામ આપવાની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજુ કરવામાં આવી છે. આ દરખાસ્ત મુજબ સિક્યોરિટી ની ફરજ બજાવનાર માણસોને બે જોડી કપડા યુનિફોર્મ પેટે અને શૂઝ કોન્ટ્રાકટરે આપવાના રહેશે. આ ડ્રેસ માટે કાપડ રેયમન્ડ, અરવિંદ જેવી નામાંકિત કંપનીઓનું હોવું જરૂરી છે.  કોન્ટ્રાકટરે બે જોડી યુનિફોર્મ પાલિકાએ નક્કી કર્યા મુજબ ખરીદવાની તૈયારી બતાવી છે.  જો કે કોન્ટ્રાકટરે બે જોડી કપડા રૂપિયા ૩૦ અને શૂઝ માટે રૂપિયા ૨૦ માં ખરીદશે એમ જણાવ્યું છે. હવે સવાલ એ છે કે રૂપિયા ૩૦ માં બે જોડી કપડા અને રૂપિયા ૨૦ માં શૂઝ ક્યાં મળશે ? આટલી કારમી મોંઘવારીમાં કોન્ટ્રાકટર ૩૦ રૂપિયા બે જોડી કપડા અને ૨૦ રૂપિયામાં શૂઝ કેવી રીતે આપશે ? જો કે અધિકારીઓ પાસે કોન્ટ્રાકટરના બચાવની દલીલ છે. એમનું કહેવું છે કે  કોન્ટ્રાકટર તેના નફામાંથી કપડા અને શૂઝ આપશે.

     વિવાદિત દરખાસ્ત અંગે કોંગ્રેસ ના કાઉન્સિલર બાળુ સૂર્વે તપાસની માંગ કરી રહ્યા છે.

     પાલિકામાં ગેરીરિતી અને ભ્રષ્ટ વહીવટ વચ્ચે ભૂતકાળમાં બ્લેક લિસ્ટ થયેલા કોન્ટ્રાકટરને પોંખવામાં કોને રસ છે ? કોન્ટ્રાકટરને ઘી-કેળા કરાવવા શું કોઈ રાજકીય દબાણ ઉભું કરવામાં આવ્યું છે ? આવા અનેક સવાલો પારદર્શકતાના દાવા કરતા શાશકો સામે ઉભા થાય છે.

Share :

Leave a Comments