- વીડિયો વાયરલ થતા સયાજીગંજ પોલીસે ગણતરીના કલાકોમાં જ કાયદાનું ભાન કરાવ્યું
વડોદરા શહેરમાં બેફામ બાઈક હંકારનારાઓની સંખ્યા વધી રહી છે, એવામાં સયાજીગંજ પોલીસે ગત રાત્રે આવા જ બે બાઈકર્સને કાયદાનું ભાન કરાવ્યું હતું.
વડોદરામાં ટ્રાફિકથી ધમધમતા સડકોને કેટલાક યુવાનો રેસનું મેદાન માને છે. આવા તત્વોની ફિલ્મી સ્ટાઇલે બાઈક ચલાવવું અન્ય વાહન ચાલકો માટે જીવનું જોખમ સાબિત થાય છે. બુધવારે સાંજે બે બાઈકર્સ કાલા ઘોડા સર્કલથી ફતેગંજ તરફ જવાના રોડ પર બે બાઈકર્સ બેફામ રીતે બાઈક ચલાવી રહ્યા હતા. આ બંને બાઈકર્સ નું શૂટિંગ તેમના અન્ય એક સાગરીત દ્વારા આગળ ચાલતી બાઈક પર કરવામાં આવી રહ્યું હતું. જો કે બેફામ બાઈકર્સ નું કોઈ જાગૃત નાગરિકે કરી લેતા વીડિયો વાયરલ થયો હતો. વીડિયો વાયરલ થતા સયાજીગંજ પોલીસ તુરંત જ એક્શનમાં આવી હતી. પો. ઈ. જાડેજાએ તેમના સ્ટાફ ને સૂચના આપતાં પોલીસે ગણતરીના કલાકોમાં વી આઈ પી રોડ પર રહેતા રામબાબુ નાકિયા અને કિશોર સૈન ને ઝડપી પાડ્યા હતા. પોલીસે બંને સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી.