- હુમલાખોરોએ છોડાવવા પડેલી મહિલા સહિતના ચાર લોકોને પણ બેટ તથા પાઇપના ફટકા માર્યા
- કારેલીબાગ પોલીસે હુમલોખોરને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા
શબ્બ-એ-બારાતના તહેવારના દિવસે કેટલાક યુવકો વડોદરાના મચ્છીપીઠ વિસ્તારમાં તેમના મિત્રોને મળવા માટે આવ્યા હતા ત્યારે અગાઉ થયેલા ઝઘડાની અદાવત રાખીને 8 જેટલા શખસોએ બે યુવકો પર બેટ તથા પાઇપ વડે હુમલો કર્યો હતો. આ દરમિયાન છોડાવવા માટે પડેલા મહિલા સહિતના ચાર લોકોને પણ હુમલાખોરોએ બેટ તથા પાઇપના ફટકા માર્યા હતા. કારેલીબાગ પોલીસે હુમલોખોરને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
વડોદરા શહેરના વાડી વિસ્તારમાં રહેતો યામીન દોબી નામનો યુવક મચ્છીપીઠ વિસ્તારમાં આવેલી હોટેલમાં પાર્ટ ટાઈમ જોબ કરે છે. 13 ફેબ્રુઆરીના રોજ શબ્બ-એ-બારાતનો તહેવાર રહેતા મુસ્લીમ સમાજના લોકો એકબીજાને મળતા હોય છે ત્યારે યામીન ધોબીને પણ તેના મિત્ર મુસ્તુફા ઉરૂ સહીલ મોહમદ અતીક શેખ (રહે.મુશા હરખાના મસ્જીદ પાસે મચ્છીપીઠ રાવપુરા)ને આદિલ શેખ, રેહાન શકીલ તેજા તથા અન્ય ત્રણ છોકરાઓ મળવા માટે આવ્યા હતા. આ દરમિયાન શાલીમાર હોટલ ખાતે સાહીલ ઉર્ફે જેશી સાજીદ ઉર્ફે દાઢી શેખ તથા તેના મિત્રો ફારૂક ઉર્ફે બોટી રફીક શેખ, મહમદ જાફર સીયા, અયુબ ઈમરાન પઠાણ, આસીફ ઉર્ફે તીતલી સલીમ શેખ, શહેજાદ ઉર્ફે પીપીડી અનવર અહેમદ શેખ તથા અજાણ્યા ત્રણથી ચાર જણા આદિલ શેખ તથા રેહાન શકીલ તેજા સાથે અગાઉ થયેલા ઝઘડાની અદાવત રાખી ઝઘડો કરવા લાગ્યા હતા.
ત્યારબાદ તેઓએ બેટ તથા પ્લાસ્ટીકની પાઈપો લઇને આવીને બંને મિત્રો હુમલો કરવા લાગ્યા હતા. આ દરમિયાન બે પૈકી એક યુવક મારથી બચવા માટે ખાનગી હોટલ પાસે દોડીને આવી જતા યામીન ધોબીના માસી નસીમબાનું સરીફભાઈ શેખ છોડાવવા વચ્ચે પડતા ફારૂક ઉર્ફે બોટી શેખે માસીને વાળ ખેંચીને ઢસડી માર માર્યો હતો. આ દરમિયાન યામીન ધોબી, તેના મામા માજીદમીયા કાલુભાઇ શેખ તેમજ અલ્માસ સલીમભાઈ શેખ માસીને છોડાવવા માટે આવ્યા હતા. ત્યારે હુમલાખોર ફારૂક ઉર્ફે બોટી શેખ સહિતના લોકોએ તેમને બેટ તથા પાઇપના ફટકમાં માર્યા હતા. આ ઉપરાંત હુમલાખોરોએ ધમકી પણ આપી હતી કે, જો પોલીસ ફરીયાદ કરશો તો જાનથી મારી નાખીશું. ત્યારબાદ ઘટના સ્થળ પરથી ભાગી ગયા હતા. ગંભીર રીતે ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડાયા હતા. યામીન ધોબીએ કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે યુવકે કારેલીબાગ 8 લોકોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
મચ્ઠીપીઠ વિસ્તારમાં એક જ કોમના લોકો વચ્ચે હથિયારોથી મારામારી થતા લોકોના ટોળા જામ્યા હતા. જેની જાણ પોલીસ થતા ઉચ્ચ અધિકારીઓ સહિત કારેલીબાગ પોલીસ અને વિવિધ ટીમોનો કાફલો દોડી આવ્યો હતો. સંવેદનશીલ વિસ્તાર હોય પોલીસ દ્વારા ત્યાં બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યા હતા.
કોની-કોની સામે ગુનો નોંધાયો?
સાહીલ ઉર્ફે જેશી સાજીદ ઉર્ફે દાઢી શેખ (રહે.ન્યુરી એપાર્ટમેન્ટ નાગરવાડા વડોદરા)
ફારૂક ઉર્ફે બોટી રફીકભાઈ શેખ (રહે.નવાભવાડા વડોદરા)
મહમદ જાફર સીયા (રહે.નવાબવાડા વડોદરા)
અયુબ ઈમરાન પઠાણ (રહે, અબ્દુલ્લા એપાર્ટમેંટની સામે નવાબવાડા વડોદરા)
આસીફ ઉર્ફે તીતલી સલીમભાઇ શેખ (રહે,નવાબવાડા મસ્જીદની ગલીમાં વડોદરા શહેર)
શહેજાદ ઉર્ફે પીપોડી અનવર અહેમદ શેખ (રહે.મચ્છીપીઠ નવાભવાડા, વડોદરા)
સાહીદ અને અન્ય ત્રણથી ચાર શખસો