વડોદરામાં 24 કલાકમાં બે યુવાનના આપઘાતઃ સાવલી અને વારસિયામાં યુવકે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

બંને યુવકોના મૃતદેહને સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયા, પોલીસે તપાસ હાથ ધરી

MailVadodara.com - Two-youth-commit-suicide-in-24-hours-in-Vadodara-Young-man-commits-suicide-by-hanging-himself-in-Savli-and-Warsia

વડોદરા શહેરના વારસિયા અને જિલ્લાના સાવલી તાલુકાના ઇન્દ્રાડ ગામે પાણીની ટાંકી પાસે એક યુવકે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. સાવલીના બનાવમાં યુવાન કુદરતી હાજતે જાઉ છું, તેવું પત્નીને કહીને ઘરેથી નીકળ્યો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર, મૂળ દાહોદ જિલ્લાના કદવાલ ગામનો વતની 21 વર્ષીય પ્રદીપ રાયસીંગ મુનિયા હાલ સાવલી તાલુકાના ઇન્દ્રાડ ગામે રોજીરોટી કમાવવા માટે પત્ની સાથે આવ્યો હતો. ગત સવારે 5.30 વાગ્યે પ્રદીપ રાયસીંગ મુનિયાએ જાગી પત્નીને કુદરતી હાજતે જાઉં છું, કહીને ઘરેથી નીકળ્યા હતા. જે બાદ પાણીની ટાંકીના પગથિયા પર આવેલા પાઈપ પર નાયલોન પટ્ટા વડે ગળાફાંસો ખાઈ મોતને વાલુ કરવા કોશિશ કરી હતી. આ બનાવની જાણ ગ્રામજનોને થતા તેને સારવાર માટે વડોદરાની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. કયા કારણોસર પ્રદીપે ગળાફાંસો ખાધો તે માટે મંજુસર પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

અન્ય એક બનાવમાં શહેરના વારસિયા વિસ્તારમાં આવેલ જલારામનગરમાં યુવાને ગળાફાંસો ખાઇ જીવનનો અંત આણ્યો હતો. જેમાં મળતી માહિતી અનુસાર વારસિયા જલારામનગરમાં રહેતા 26 વર્ષના મનોજ ટનકસિંગ વિશ્વકર્મા નામના યુવાને ગત મોડી રાત્રે પોતાના ઘરે સીલીંગના હુંક પર નાયલોનની દોરી બાંધી અજાણ્યા કારણોસર ગળાફાંસો ખાધો હતો. વારસિયા પોલીસે મૃતદેહનો કબજો લઇ વધુ તપાસ શરૂ કરી છે.

વડોદરા શહેર જિલ્લામાં ગળેફાંસો ખાવાના 24 કલાકમાં 2 બનાવો સામે આવ્યા છે. આ બંને બનાવોમાં બંને યુવકો છે અને નાની વયના હતા. આ બંને યુવકોના મૃતદેહને સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા છે. બંને બનાવમાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Share :

Leave a Comments