માંજલપુર વિસ્તારમાં બે માસુમ બાળકો પાસે બાળ મજૂરી કરાવતા બે હોલસેલર વેપારીની અટકાયત

એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે અલવાનાકા GIDC કોલોની સ્થિત ચતુરાઇનગરમાં દરોડા પાડ્યા

MailVadodara.com - Two-wholesaler-traders-arrested-for-doing-child-labor-to-two-innocent-children-in-Manjalpur-area

- પોલીસે 12 વર્ષ અને 14 વર્ષના બે બાળકોને મુક્ત કરાવ્યા

- બંને બાળકો સવારે 3થી ૯ વાગ્યા સુધી કાચા સમોસા બનાવતા અને માસિક 9 હજાર પગાર આપતા હતા


વડોદરા શહેર એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા અવારનવાર વડોદરા શહેરમાં ચાલતી ગેર પ્રવૃત્તિઓ અને બાળમજૂરીમાંથી બાળકોને છોડાવવામાં આવી રહ્યા છે. ત્યારે ગતરોજ શહેરમાં આવેલ માંજલપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં રાત્રિના સમયે હોલસેલ સમોસા બનાવનાર વેપારી નાના છોકરાઓ પાસે બાળ મજૂરી કરાવતા હોવાની જાણકારી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટને મળતા પોલીસે દરોડો પાડ્યો હતો. જ્યાં 12 વર્ષ અને 14 વર્ષના બે બાળકોને બાળમજૂરીમાંથી મુક્ત કરાવીને વેપારીની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.  


વડોદરા શહેર એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમ દ્વારા શહેર પોલીસ કમિશનર અને ઉચ્ચ અધિકારીઓની સૂચના આધારે શહેરમાં સગીર, નાના છોકરાઓ પાસેથી બાળ મજૂરી કરાવી તેઓનુ આર્થીક શોષણ કરતા હોય તેવા તત્વો વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આધારે કાર્યવાહી કરવામાં આવતી હોય છે. ત્યારે વડોદરા શહેર એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટનાના પોલીસ ઇન્સપેકટર ડો. બી. બી. પટેલ અને ટીમને સૂચના આધારે શહેરના માંજલપુર પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમી મળી હતી કે, ચતુરાઈ નગર, અલવાનાકા જી.આઇ.ડી.સી. કોલોની, માંજલપુર સોસાયટીના રહેણાંક મકાનમાં રાત્રિના સમયે હોલસેલ સમોસા બનાવનાર વેપારી નાના છોકરાઓ પાસેથી બાળ મજૂરી કરાવી તેઓનું આર્થીક તેમજ માનશીક શોષણ કરે છે, જેના આધારે ટીમ સાથે રેડ કરી હતી. રેડ કરતા સ્થળ પરથી બે બાળકો મળી આવ્યા હતા. જેઓની ઉંમર 12 વર્ષ અને 14 વર્ષ જાણવા મળી હતી. તેઓની પૂછપરછ કરતા તેઓ એક મહિનાથી માલિક પાસે સવારે 3 વાગ્યાથી 9 વાગ્યા સુધી કાચા સમોસા બનાવતા અને માસિક 9 હજાર રૂપિયા પગાર આપતા હોવાનું જણાવ્યું હતું. સગીર વયના બાળકોનું આર્થિક તેમજ માનસિક શોષણ થતું હોવાની ખાતરી થતા એન્ટી હ્યુમન ટ્રાફિક યુનિટે બંને સગીર વયના બાળકોને બાળમજૂરીમાંથી મુક્ત કરાવી તેમના સગા-સંબંધીઓને સોંપવામાં આવ્યા હતા.


તેમજ બંને બાળકોનું શોષણ કરનાર હોલસેલરો જેમાં રામલાલ લોગરજી ડાંગી (હાલ રહે- 14, ચતુરાઈનગર, અલવાનાકા જી.આઇ.ડી.સી. કોલોની, માંજલપુર, વડોદરા. મુળ રહે. ગામ તારાવટ, તા-વલ્લભનગર, જિ-ઉદયપુર, રાજસ્થાન) અને નરેંદ્ર ખેમરાજ ડાંગી (હાલ રહે. 14, ચતુરાઇનગર, અલવાનાકા જી.આઇ.ડી.સી. કોલોની, માંજલપુર, વડોદરા, મુળ રહે. ગામ ડાંગી ખેડા, તા.માવલી, જી.ઉદયપુર) સામે માંજલપુર પોલીસ સ્ટેશનમાં જુવેનાઇલ જસ્ટીસ એક્ટ-2015ની કલમ-79 તથા ચાઇલ્ડ લેબર (પ્રોહિબીશન એન્ડ રેગ્યુલેશન) એક્ટની કલમ-14 તથા ઇ.પી.કો.કલમ-114 મુજબની ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

Share :

Leave a Comments