ગોત્રીમાં બેન્કના ATM સાથે ચેડાં કરી ગ્રાહકના રૂા.10 હજાર ચોરી લેનાર બે ઠગ કેમેરામાં કેદ

MailVadodara.com - Two-thugs-caught-on-camera-for-tampering-with-bank-ATM-in-Gotri-and-stealing-Rs-10000-from-customer

વડોદરાના ગોત્રીના કેનેરા બેન્કના એટીએમ સાથે ચેડાં કરી બે ભેજાબાજોએ એક ગ્રાહકના રૂ.૧૦ હજાર કાઢી લેતાં પોલીસે બંને સામે ગુનો નોંધ્યો છે.

ગોત્રીના યશ કોમ્પ્લેક્સ નજીક આવેલી કેનેરા બેન્કના મેનેજરે પોલીસને કહ્યું છે કે, ગઇ તા.૯મીએ માર્ચે સવારે ૬.૫૦ વાગે અમારા એટીએમમાં બે યુવકો દાખલ થતા કેમેરામાં દેખાયા છે. બંને યુવકો ખિસ્સામાંથી પાના જેવું કોઇ સાધન કાઢીને એટીએમમાંથી રૂપિયા નીકળે છે તે કેશ ડિસ્પેન્સરની પટ્ટી વાળી દીધી હતી અને બહાર નીકળી ગયા હતા. સવારે ૭.૪૦ વાગે એક ગ્રાહક આવે છે અને રૂપિયા કાઢે છે પણ રૂપિયા નીકળતા નથી. જેથી તે બહાર નીકળી જાય છે. ત્યારબાદ ૭.૫૭ વાગે બંને ભેજાબાજો ફરી એટીએમમાં આવે છે અને પટ્ટી સીધી કરી ગ્રાહકના રૂપિયા લઇ ભાગ પાડીને રવાના થઇ જાય છે. ગોત્રી પોલીસે ફૂટેજ મેળવી બંનેની તપાસ હાથ ધરી છે. બંને ગઠિયાઓએ બીજે પણ આવી રીતે હાથચાલાકી કરી હોવાનું મનાય છે.

Share :

Leave a Comments