જરોદ NDRFની 6 બટાલીયની બે ટીમો પોરબંદર, ગીર-સોમનાથ તેમજ વલસાડ જવા રવાના થઇ

બીપરજોઈને લઈને ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓના 22 ગામો પર એલર્ટ જાહેર

MailVadodara.com - Two-teams-of-6th-battalion-of-Jarod-NDRF-left-for-Porbandar-Gir-Somnath-and-Valsad

- જરોદ કેમ્પથી અત્યાધુનિક સાધનો સાથે સજ્જ થઇ રેસ્ક્યુ સામગ્રી સાથે રવાના થઇ, એક ટીમ આરઆરસી ગાંધીનગર ખાતે રવાના થઇ હતી

અરબી સમુદ્રમાં સર્જાયેલા ચક્રવાત બીપરજોઈને લઈને ગુજરાતના દરિયા કાંઠાના જિલ્લાઓમાં એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે. ત્યારે સંભવત ચક્રવાતને લઈને વડોદરાના જરોદ ખાતે આવેલ NDRFની 6 બટાલીયનને પણ એલર્ટ કરી દેવામાં આવ્યું છે અને આજ રોજ જરોદ ખાતે થી NDRFની 6 બટાલીયનની બે ટિમો સંભવત ચક્રવાતને લઈને જરોદ કેમ્પથી અત્યાધુનિક સાધનો સાથે સજ્જ થઇ રેસ્ક્યુ સામગ્રી સાથે રવાના થઇ હતી જયારે એક ટીમ આરઆરસી ગાંધીનગર ખાતે રવાના થઇ હતી.


અરબી સમુદ્રમાં સર્જાયેલા ચક્રવાત બીપરજોઈને લઈને ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં આવેલા જિલ્લાઓના 22 જેટલા ગામો ઉપર ચક્રવાતનો ખતરો હોવાની શક્યતાઓને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર દ્વારા ચક્રવાતમાં કોઈ જાનહાની ન થાય તે માટે જિલ્લા વહીવટી તંત્રને એલર્ટ કરી દેવામાં આવ્યુ છે. ત્યારે વડોદરા નજીક આવેલા જરોદ ખાતેના એન.ડી.આર.એફ.ના હેડ ક્વાર્ટર ખાતે પણ એનડીઆરએફની ટીમને એલર્ટ રહેવા માટે સૂચના આપવામાં આવી હતી. જેના પગલે એનડીઆરએફની ટીમ સજ્જ થઈ ગઈ છે, આજે જરોદ હેડ ક્વાર્ટર ખાતેની એનડીઆરએફ 6 બટાલિયનની બે ટીમો સંભવિત વાવાઝોડામાં કામગીરી માટે પોરબંદર, ગીર-સોમનાથ તેમજ વલસાડ જવા માટે રવાના થઇ હતી જેમાં બે ટીમો જરોદ હેડ ક્વાર્ટર ખાતેની જ્યારે 1 ટીમ આરઆરસી ગાંધીનગર ખાતેથી રવાના થઇ હતી પ્રત્યેક ટિમ માં 25 સદસ્યો છે જે રેસ્ક્યુ સામગ્રી સાથે સજ્જ થઈ રવાના થયા હતા.


NDRFના ઇન્સ્પેક્ટર વેદપ્રકાશ યાદવે જણાવ્યું હતું કે, ગુજરાતમાં મંડરાયેલા ચક્રવાત બિપરજોઈને લઈને અમારી ટીમ તૈયાર છે અમે માત્ર મેસેજની રાહ જોઈ રહ્યા હતા. એનડીઆરએફ દ્વારા ચક્રવાત હોય, ભારે વરસાદ હોય કે પછી  ભૂકંપ જેવી કોઈ પણ કુદરતી આપત્તિ સમયે કામ કરવા માટે તત્પર હોય છે. હાલ ગુજરાત ઉપર બીપરજોઈ નામના સર્જાયેલા ચક્રવાતને લઈને અમારી ટીમને એલર્ટ રહેવાની સૂચના મળતાની સાથે જ અમારી ટીમ એલર્ટ થઈ ગઈ હતી અમારી ટીમ દ્વારા જે તે સ્થળે જવા માટેની બસ ઉપરાંત સ્નીફર ડોગ, અંધારામાં કામ કરવા માટે બેબી જનરેટરો, રસ્તા ઉપર પડેલા વૃક્ષોને કાપવા માટેના કટરો, રબર બોટ, ટોર્ચ, દોરડું જેવા સાધનો સાથે સજજ છે.


Share :

Leave a Comments