વડોદરા નજીકના ગામેથી મોટરસાયકલની ચોરી કરી તેનો સોદો કરવા આવેલા બે યુવકોને પોલીસે ઝડપી પાડ્યા હતા.
વડોદરા શહેરના કલાલી બ્રિજ પાસે વુડાના મકાનો નજીક બે યુવકો મોટરસાયકલ વેચવાની ફિરાકમાં હોવાની વિગતોને પગલે પોલીસે વોચ રાખી હતી. આ દરમિયાન બાઈક લઈને આવેલા બે યુવકો પર શંકા જતાં તેમની પાસે પોલીસે કાગળો માંગ્યા હતા. જેથી તેઓ ગભરાઈ ગયા હતા અને ગોળ ગોળ જવાબ આપવા માંડ્યા હતા.
પોલીસની પૂછપરછ દરમિયાન રોહિત રમેશભાઈ પાટણવાડીયા અને ઈમ્તિયાઝ મહંમદભાઇ (સાપલા, પાદરા)એ ગઈ તા.15મીએ મહુવડ ચોકડી પાસેથી બાઇક ચોરી હોવાની અને તેઓ વડોદરામાં ગ્રાહક શોધવા માટે આવ્યા હોવાની વિગતો બહાર આવી હતી. જેથી બંનેની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.