વડોદરા રેલ્વે સ્ટેશન પાસે કારમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા બે શખ્સો ઝડપાયા

પોલીસે દારૂની છ બોટલ, કાર અને મોબાઇલ કબ્જે કર્યા

MailVadodara.com - Two-persons-were-caught-smuggling-foreign-liquor-in-a-car-near-Vadodara-railway-station

વડોદરા રેલ્વે સ્ટેશન પાસે કારમાં દારૂની ડિલિવરી વખતે પોલીસે દરોડો પાડી બે શખ્સોને ઝડપી પાડ્યા હતા.


વડોદરા રેલ્વે સ્ટેશન પાસે કારમાં દારૂની હેરાફેરી કરવામાં આવતી હોવાની માહિતી મળતાં સયાજીગંજ પોલીસે વોચ રાખી કોલેજ બેગ લઈ આવેલો એક યુવક કારમાં બેસતા જ ઝડપી પાડ્યો હતો. પોલીસે બેગમાંથી વિદેશી શરાબની છ બોટલ કબજે કરી હતી અને સ્કૂલ બેગમાં દારૂ લાવનાર રણવીર સિંહ કિશોરસિંહ સિંગ શેખાવત (રહે. સોનથલી, જુન્જુનું, રાજસ્થાન) તેમજ કારચાલક કાંતિ કાળીદાસ માળી (રહે. માળી મહોલ્લો, ગોત્રી)ને ઝડપી પાડી કાર અને બે મોબાઈલ કબજે કર્યા હતા.

કારમાં દારૂની હેરાફેરી કેટલા સમયથી અને કઈ કઈ જગ્યાએ કરવામાં આવતી હતી, સપ્લાયર કોણ છે. તે મુદ્દે પોલીસે પૂછપરછ હાથ ધરી છે.

Share :

Leave a Comments