વિવિધ ટ્રેનોમાં મુસાફરી કરતી મહિલાઓના માલ-સામાનની ચોરી કરતી ટોળકીના બે સાગરીતોની મહારાષ્ટથી ધરપકડ

રેલવે ક્રાઇમ બ્રાન્ચની ટીમે સીસીટીવી ફૂટેજ તેમજ હ્યુમન ઇન્ટેલીજન્સની મદદ લઇ તપાસ શરૂ કરી હતી

MailVadodara.com - Two-gang-members-arrested-from-Maharashtra-for-stealing-belongings-of-women-traveling-in-various-trains

- પોલીસે બંને શખ્સો પાસેથી 5.19 લાખનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી


પશ્ચિમ રેલવે પર દોડતી વિવિધ ટ્રેનોમાં મુસાફરી કરતી મહિલાઓના માલ-સામાન ભરેલી બેગ તથા પાકિટની ચોરી કરનાર ટોળકીના બે શખ્સોને વડોદરા રેલવે ક્રાઇમ બ્રાન્ચે મહારાષ્ટ્ર ખાતેથી ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે બંને વ્યક્તિઓ પાસેથી રૂપિયા 5.19 લાખનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

મળેલી માહિતી પ્રમાણે પશ્ચિમ રેલવેમાં મુસાફરી કરતી મહિલાઓના પાકિટોની વધી રહેલી ચોરીઓના બનાવોને પગલે રેલવે પોલીસ વડા સરોજકુમારીએ ટોળકીને ઝડપી પાડવા માટે LCB પોલીસની ટીમની કડક સૂચના આપી હતી. આ દરમિયાન રેલવે ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. વી.એન. આહિરની ટીમે સીસીટીવી ફૂટેજ તેમજ હ્યુમન ઇન્ટેલીજન્સની મદદ લઇ તપાસ શરૂ કરી હતી.


આ દરમિયાન રેલવે તપાસ કરી રહેલી LCB ટીમને લેડીઝ પર્સ ચોરીના બનેલા બનાવોમાં સંડોવાયેલા આરોપી મહારાષ્ટ્ર ખાતે હોવાની માહિતી મળી હતી, જેના આધારે LCB સ્ટાફના અધિકારી અને કર્મચારીઓની ટીમ મુમ્બા, થાણે, મહારાષ્ટ્ર ખાતે પહોંચી હતી અને બે આરોપીઓ શત્રુઘન નવલ શર્મા, (હાલ રહે.117, શિવશક્તિ ચાલ, કાલા કિલ્લા, ધારાવી શેડ, મુંબઇ, મહારાષ્ટ્ર, મુળ રહે ગામ બાલામત, જામીયા ઇસ્લામીયા, જી. સીતામડી, બિહાર) અને ફૈઝુદ્દીન કમરૂદીન અંસારી, (હાલ રહે.નરજા એપાર્ટમેન્ટ, કિસ્મત કોલોની, મુંમ્બા, થાણે, મહારાષ્ટ્ર. મુળ રહે. મ નં-7, બી.આઇ.ટી. ચાલ-2, મૌલાના આઝાદ રોડ, બાયડુલ્લા વેસ્ટ, મુંબઇ, મહારાષ્ટ્ર)ને ઝડપી પાડ્યા હતા.

વડોદરા રેલવે ક્રાઇમ બ્રાન્ચે ઝડપાયેલા બંને આરોપીઓ પાસેથી મોબાઇલ ફોન, રોકડ રૂપિયા 14,000, રૂપિયા 2,18,980ની કિંમતની સોનાની રણી, અન્ય સોનાના દાગીના મળી કુલ્લે રૂપિયા 5,19,885નો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે. બંને આરોપીઓ મહિલાઓના જ સામાનને નિશાન બનાવતા હતા અને મહિલાનો સામાન હાથ લાગ્યા બાદ પરત પોતાના સ્થળે પહોંચી જતા હતા. શત્રુઘન શર્મા અને ફૈઝુદીન અંસારીની વધુ પૂછપરછમાં અન્ય વિગતો બહાર આવે તેવી શક્યતાઓ છે.

Share :

Leave a Comments