મકરપુરા જીઆઇડીસીની કંપનીના બે કર્મચારી પર જૂની તકરારની અદાવત રાખી લાકડીઓથી હુમલો

ટુ-વ્હિલર ચાલકો વચ્ચે થયેલી શાબ્દિક બોલાચાલીમાં મામલો વધુ બીચક્યો

MailVadodara.com - Two-employees-of-the-Makarpura-GIDC-company-were-attacked-with-sticks-over-an-old-feud

- 3-4 ઈસમો જીઆઇડીસીમાં આવેલ ટ્રના-ઓ-એન્જીનિયરિંગ કંપનીના બે કર્મચારીઓ લાકડીઓથી હુમલો કર્યો, સમગ્ર ઘટના સીસીટીવી કેદ


વડોદરામાં એકટીવા ચાલક અને બાઇક ચાલક રોડ પર સામસામે ક્રોસ થયા હતા. ત્યારબાદ એકટીવા ચાલકે પાછળ જોતા બાઈક ચાલક આવ્યો હતો અને એકટીવામાંથી ચાવી કાઢી લીધી હતી. ‘તું મને ઓળખે છે? તું બહુ દાદાગીરી કરતો હતો’ તેમ કહીને એક્ટિવામાંથી ચાવી લઇ લીધી હતી ને પછી શખ્સો ડંડા અને લાકડીઓ લઈને બે યુવક પર તૂટી પડ્યા હતા. જેને પગલે ઇજાગ્રસ્ત બંને યુવકો ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે. આ મામલે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

વડોદરાની મકરપુરા GIDCમાં આવેલી ટ્રના-ઓ-એન્જીનિયરિંગ કંપનીમાં નોકરી કરતા મુકેશ કનકસિંહ જાધવે જણાવ્યું હતું કે, હું કામ અર્થે એકટીવા લઈને કંપનીના કામ અર્થે બહાર નીકળ્યો હતો, તે વખતે સવારના 9:30 વાગ્યે હિમાલયા ચાર રસ્તા પાસે આવેલી ગલીમાંથી પસાર થતો હતો. તે વખતે સામેથી એક શખસ બાઈક લઈને મારી સામે આવ્યો હતો. જેથી મેં મારી એક્ટીવા સાઈડમાં કરી હતી અને પાછળ વળીને જોતા તે બાઇક ચાલક ઉભો રહ્યો ને મને બોલાવ્યો હતો. જેથી હું તેની નજીક ગયો હતો, જેથી તેણે મારી એક્ટીવાની ચાવી લઈ લીધી હતી અને તેણે મને કહ્યું હતું કે, તું મને ઓળખે છે, જેથી મેં તેને નહીં ઓળખતો હોવાનું જણાવ્યું હતું.


તેણે મને જણાવ્યું હતું કે, તું કોઈ નોકરી કરે છે, જેથી મેં તેને જણાવ્યું હતું કે, દશરથભાઈની કંપનીમાં નોકરી કરું છું, તેમણે બોલાવ એવું કહેતા મેં મારા શેઠને જાણ કરી હતી. મારા શેઠનો દીકરો વિરલ આવ્યો હતો. આ સમયે તે ફરી અમારી સાથે ગાળાગાળી કરવા લાગ્યો હતો. જેથી વિરલભાઈએ તેનું નામ પૂછતા તેને પોતાનું નામ સિદ્ધાર્થ સેનાની (રહે. મહાશક્તિ ફ્લેટ, આજવા રોડ, વડોદરા)નું હોવાનું અને મકરપુરા GIDCની ખાનગી કંપનીમાં નોકરી કરતો હોવાનો જણાવ્યું હતું અને તેની પાસેથી મેં એકટીવાની ચાવી લઈ હું મારી કંપનીમા ગયો હતો.


આ સમયે મારી સાથે ઝઘડો કરનાર સિદ્ધાર્થ સેનાની હાથમાં લાકડી લઈને આવ્યો હતો. તેની સાથે બીજા ત્રણ શખસો હાથમાં લાકડી લઈને આવ્યા હતા અને તેઓએ મને કહ્યું હતું કે, તું સવારમાં બહુ દાદાગીરી કરતો હતો. તેમ કહી તમામ લોકો ગંદી ગાળો બોલવા લાગ્યા હતા. જે ગાળો ગંદી ન બોલવાનું કહેતા સિદ્ધાર્થ સેનાનીએ મને કાન અને માથામાં લાકડી મારી ગતી અને મારી કંપનીમાં નોકરી કરતા રાજેશભાઈ જાદવ વચ્ચે છોડાવવા પડતા સિદ્ધાર્થ અને તેના પપ્પાએ રાજેશભાઈને જમણા હાથ અને નાક પર પણ લાકડીઓ મારી હતી.


તેની સાથે બીજા શખસો જગદીશ અને વિશ્વજીતે પણ મને અને રાજેશભાઈને લાકડી વડે માર્યા હતા. જેથી લોકો ભેગા થઈ જતા તેઓ તમામ ભાગી ગયા હતા અને કંપનીના માલિક દશરથસિંહ આવતા તેઓ મને અને રાજેશભાઇને ખાનગી હોસ્પિટલમાં સારવાર થઈ ગયા હતા. આ મામલે મેં આરોપી સિદ્ધાર્થ સેનાની, તેના પિતા, જગદીશ અને વિશ્વજીત સામે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. માંજલપુર પોલીસે ચારેય આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.


Share :

Leave a Comments