વડોદરા શહેરના હરણી વિસ્તારમાં રહેતા 36 વર્ષીય મહિલા વહેલી સવારે મોર્નિંગ વોકમાં નીકળ્યા હતા. તે દરમિયાન બાઈક પર આવેલા બે શખ્સ પૈકી એક મહિલાના ગળામાંથી 39 હજારની સોનાની ચેન આંચકી ફરાર થઈ ગયા હતા. તેથી મહિલાએ હરણી પોલીસ સ્ટેશનમાં ગઠિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
વડોદરા શહેરના હરણી વિસ્તારમાં યજ્ઞપુરુષ રેસીડેન્સી માં રહેતા રેનુબેન ભુપેન્દ્રસિંહ યાદવે ફરિયાદ નોંધાવી છે કે ગત 12 જૂનના રોજ હું સવારના મારા ઘરેથી વહેલી સવારે એકલી મોનીંગ વોક ઉપર નીકળી હતી અને ચાલતા ચાલતા મોટનાથ મહાદેવ મંદીર રોડ ઉપર કેનાલ તરફ જતી હતી. તે દરમિયાન કેનાલ પહેલા સુકન રે સીડેન્સીવાળા રોડ ઉપર એક મોટર સાઇકલ ઉપર ડબલ સવારી બે ઇસમ પાછળથી આવી થોડી આગળ જઈને આગળથી યુ ટર્ન મારી પરંત મારી તરફ આવી રહ્યા હતા. જેમાં મોટરસાયકલના ચાલકની પાછળ બેસેલ ઇસમ નીચે ઉતરેલ અને ફોન ઉપર વાત ચીત કરતો હોય તેવું નાટક કરતો હતો. દરમિયાન હું ત્યાથી પસાર થતા પાછળથી આવી મારા ગળામા પહેરેલી દોડ તોલાની રૂપિયા 39,000ની સોનાની ચેઇન ગળામાં હાથ નાખી ઝુટવી ઝડપથી મોટર સાયકલ ઉપર બેસી બન્ને ઇસમો દેણા ચોકડી તરફ મોટરસાયકલ લઇ ભાગી ગયા હતા. હરણી પોલીસે બંને ગઠિયાઓની શોધખોળ હાથ ધરી છે.