- રાજેશ્વરી રેસીડેન્સીમાં રહેતી મહિલા બહેનપણીઓને મળી ઘરે જઇ રહી હતી
વડોદરા શહેરમાં અવારનવાર ચોરી, લૂંટફાટ, મારામારી, છેતરપિંડી જેવી ઘટનાઓ સામે આવતી રહી છે. શહેરના હરણી રોડ પર મહિલાના ગળામાંથી આછોળો તોડી બે ઇસમોની ફરાર થઇ જતા ચકચાર મચી જવા પામી છે. પોલીસ દ્વારા પેટ્રોલિંગ અને સુરક્ષાને લઈ દાવાઓ કરવામાં આવે છે, પરંતુ એકબાદ એક ચેઇન સ્નેચિંગની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે પોલીસના પેટ્રોલિંગના દાવા જાણે પોકળ સાબિત થતા હોય તેવું લાગી રહ્યું છે.
વડોદરા શહેરના હરણી રોડ વાલમ હોલ પાસે આવેલ રાજેશ્વરી રેસિડેન્સી પાર્ટ 1માં રહેતા પ્રવિણાબેન સંજયભાઈ પટણીએ હરણી પોલીસ મકથાકમાં નોંધાવેલ ફરિયાદ મુજબ, ગઈકાલે રાત્રે હું મારા ઘરેથી 9 વાગે મુક્તાનંદ ખાતે મારી બહેનપણીઓ બેસવા આવે છે, ત્યાં ગઈ હતી. ત્યાર બાદ ત્યાંથી રાત્રિના આશરે 11 વાગ્યાના અરસામાં મોપેડ લઈ પરત ફરતા વીઆઈપી રોડ થઈ એરપોર્ટ સર્કલથી હરણી ગામ તરફ આવતી વખતે રાત્રિના 11:30 વાગે નવા એરપોર્ટ ગેટ અને તુલસીધામ સોસાયટી વચ્ચે આવતા મારી પાછળથી એક મોટર સાયકલ ઉપર બે ઈસમો મોઢે બાંધેલ હતું.
જેવોએ તેમની મોટરસાયકલ મારી તરફ લાવી મોટરસાયકલ પાછળ બેઠેલ વ્યક્તિ મારા ગળામાં હાથ નાખી મેં પહેરેલી સોનાની ચેન આશરે 13 ગ્રામ વજનની તથા તેના લાગેલા પેન્ડલ આશરે બે ગ્રામ વજનનો ડાયમંડ નંગ વાળું હતું. જે જૂંટવી ખેંચવીને તેઓની મોટરસાયકલ લઇ નજીક આવેલ રોડ વચ્ચે ડિવાઈડર કટ વચ્ચેથી સામેના રોડથી રોંગ સાઈડે જતા રહ્યા હતા. મેં તેઓનો પીછો કર્યો હતો પરંતુ તેઓ અન્ય સોસાયટીમાં થઈ ભાગી ગયા હતા. બાદમાં મેં તાત્કાલિક 100 નંબર ઉપર ફોન કરી જાણ કરી હતી. ત્યારબાદ ગદા સર્કલ સુધી હું ગઈ હતી, પરંતુ કોઈ નજરે પડ્યું ન હતું.
બંને ઈસમો સોનાની ચેઇન સ્નેચિંગ કરી ફરાર થઇ જતા રહ્યા હતા. તે ઈસમો આશરે 25થી 30 વર્ષના હોવાનું ફરિયાદીનું અનુમાન છે. આ ઈસમો આશરે 15 ગ્રામ જેની કિંમત 90 હજારની સોનાની ચેઇન તોડી ફરાર થઇ જતા ચકચાર મચી જવા પામી છે. વારંવાર શહેરમાં મહિલાઓ સાથે આવા બનાવો સામે આવી રહ્યા છે, ત્યારે ફરી એકવાર ચોક્કડથી પોલીસ માટે પડકાર રૂપ છે. પોલીસના પેટ્રોલિંગના દાવાઓ જાણે પોકળ સાબિત થતા હોય તેવી લાગી રહ્યું છે.
વડોદરા શહેરમાં પોલીસ વિભાગ દ્વારા તહેવારોને લઈ અને અકસ્માત રોકવા માટે અવારનવાર ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓથી લઈ તમામ પોલીસ કર્મીઓ મોડી રાત સુધી વાહન ચેકિંગ અને પેટ્રોલિંગ કરી રહ્યા છે. છતાં પણ આ રીતે રાત્રિના સમયે અછોળા તોડ ખુલ્લા આમ ફરી રહ્યા છે. ચેઇન સ્નેચિંગની પાછળ અછોળા તોડ સ્પીડ બાઈકનો ઉપયોગ કરતા હોય છે. આવા ઇસમોને પોલીસ દ્વારા અટકાયતી પગલાં લેવામાં આવતા હોય છે. હાલમાં બનતી ચેઇન સ્નેચિંગની ઘટનાઓ પર ક્યારે લગામ લાગે છે મહત્વની વાત છે.