વાઘોડિયા રોડ વિસ્તારના મકાનમાંથી નશાકારક આયુર્વેદિક સીરપના જથ્થા સાથે બે ઝડપાયા

નશાકારક સીરપનું વેચાણ કરતા હોવાની બાતમી આધારે એસઓજી પોલીસે દરોડો પાડ્યો

MailVadodara.com - Two-arrested-with-quantity-of-intoxicating-Ayurvedic-syrup-from-a-house-in-Waghodia-Road-area

-  પોલીસે 2570 નંગ આયુર્વેદિક સીરપ, 4 મોબાઇલ, ડિલિવરી માટેનું સ્કૂટર અને રોકડા 1.10 લાખ મળી 7.89 લાખની મત્તા સાથે મેડિકલ સ્ટોરના બે સંચાલકને ઝડપી પાડ્યા

વડોદરાના વાઘોડિયા રોડ વિસ્તારના મકાનમાંથી પોલીસે નશાકારક આયુર્વેદિક કોડીન સીરપના જથ્થા સાથે બે મિત્રોને ઝડપી પાડ્યા છે. પોલીસે બંનેને છ દિવસના રિમાન્ડ પર લીધા છે.


વાઘોડિયા રોડના રતિલાલ પાર્કમાં રહેતો વિપુલ રાજપુત અને તેનો મિત્ર કેયુર રાજપુત નશાકારક સીરપનું વેચાણ કરતા હોવાની વિગતોને પગલે એસઓજી ની ટીમે દરોડો પાડયો હતો. પોલીસે મકાનમાંથી 2570 નંગ આયુર્વેદિક સીરપ, ચાર મોબાઇલ, ડિલિવરી માટેનું સ્કૂટર અને રોકડા રૂ.1.10 લાખ મળી કુલ રૂ.7.89 લાખની મત્તા સાથે વિપુલ સતિષભાઈ રાજપૂત (રતિલાલ પાર્ક વાઘોડિયા રોડ) અને કેયુર રમેશભાઈ રાજપુત (કેતન ફ્લેટ, કાયમાર્ક એપાર્ટમેન્ટ પાસે, વાઘોડિયા રોડ)ને ઝડપી પાડ્યા હતા. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં વિપુલ રાજપુત વાઘોડિયા રોડ પર ગાયત્રી મંદિર પાસે ઓકલેન્ડ એપાર્ટમેન્ટમાં ઓકલેન્ડ ફાર્મસી નામની મેડિકલ સ્ટોર તેમજ કેયુર રાજપૂત વાઘોડિયા રોડ પર ખટંબા પાસે અર્બન રેસીડેન્સીમાં માં મેડિકલ સ્ટોર નામની મેડિકલ સ્ટોર ધરાવતો હોવાની વિગતો બહાર આવી છે.


Share :

Leave a Comments