ભણિયારા પાસેથી ટ્રકમાં ભરેલા ભુસાંની આડમાં લઇ જવાતો 14 લાખના દારૂ સાથે બેની ધરપકડ

ગ્રામ્ય એલસીબી પોલીસે બાતમીના આધારે પાસે વોચ ગોઠવી દારૂ ઝડપ્યો

MailVadodara.com - Two-arrested-with-liquor-worth-14-lakhs-from-Bhaniara-under-the-guise-of-straw-loaded-in-a-truck

- વડોદરા ગ્રામ્ય LCBએ 14.22 લાખનો વિદેશી દારૂ, 10 લાખનો ટ્રક, 56 હજારના પ્લાસ્ટિકના બાચકા ભરેલા ભુસા મળી 24.90 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો

વડોદરા જિલ્લામાં ખાસ કરીને તહેવારોની મોસમ ટાણે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ ડામવા માટે વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઘનિષ્ઠ પેટ્રોલિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. પેટ્રોલિંગ દરમિયાન હાલોલથી વડોદરા જવાના રસ્તે ભાણિયારા ગામ પાસે પોલીસ કોન્સ્ટેબલને બાતમી મળી હતી કે, ટ્રકમાં ભારતીય બનાવટનો દારૂ ભરેલો ટ્રક જરોદ પસાર કરીને વડોદરા તરફ આવી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે ભણિયારા ગામ પાસે વોચ ગોઠવી પશુ આહારની આડમાં લઈ જવાતો રૂપિયા 14.22 લાખનો દારૂ, પશુ આહાર અને ટ્રક મળી રૂપિયા 24 લાખનો મુદ્દામાલ ઝડપી પાડયો હતો. સાથે બે આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

એલસીબી પીઆઈ કૃણાલ પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે, ભાણિયારા પાસેથી ટ્રકમાં લઈ જવાતો ભારતીય બનાવટના દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. સાથે ટ્રકચાલક દિપક જદગીશ મીણા (રહે. ક્રિષ્ણપુરી કોલોની, મુસાખેડી સર્કલ, મધ્યપ્રદેશ) અને ક્લીનર દિપકરાવ રવિરાવની (રહે. દુધીયા ટેકરી, ઇન્દોર, મધ્યપ્રદેશ) ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ટ્રકના પાછળના ભાગમાં પોલીસ દ્વારા કરવામાં આવેલી તપાસમાં પશુ આહારના ભુસાના બાચકાની આડમાં લઈ જવાતા વિદેશી દારૂની પેટીઓ મળી આવી હતી. બાદમાં પેટીઓ ઉતારીને તેની ગણતરી કરવામાં આવી હતી. આ કાર્યવાહીમાં વડોદરા ગ્રામ્ય એલસીબીએ રૂ. 14.22 લાખનો વિદેશી દારૂ, રૂ.10 લાખનો ટ્રક, પ્લાસ્ટિકના બાચકા ભરેલા ભુસા રૂ. 56 હજાર મળીને કુલ. 24.90 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

આ કાર્યવાહીમાં આરોપીઓ સામે જરોદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે. તે પૈકી દિપક જદગીશ મીણા (રહે. ક્રિષ્ણપુરી કોલોની, મુસાખેડી સર્કલ, મધ્યપ્રદેશ) અને ક્લીનર દિપકરાવ રવિરાવ (રહે. દુધીયા ટેકરી, ઇન્દોર, મધ્યપ્રદેશ)ની અટકાયત કરવામાં આવી છે અને ઇન્દોરના પટેલ ટ્રાન્સપોર્ટના જીતુભાઈ, મુનીમ અને અન્ય એક શખસને વોન્ટેડ જાહેર કરીને તેમની સામે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Share :

Leave a Comments