બચતના નાણાનું ઊંચું વ્યાજ આપવાની લાલચે રોકાણ કરાવી 6.70 કરોડની છેતરપિંડી કરનાર બે ની ધરપકડ

સિનીયર સિટીઝન અને મહિલાઓએ ઊંચા વ્યાજની લાલચે જિંદગીની પૂંજી રોકી હતી

MailVadodara.com - Two-arrested-for-defrauding-savings-of-6-70-crores-by-investing-them-with-the-lure-of-paying-high-interest

- પોલીસે આરોપી પ્રવિણચંદ્ર શાહ અને સુબેદારસિંહ રાજપૂતને કોર્ટમાં રજૂ કરી 8 દિવસના રિમાન્ડ મેળવ્યા, ફરાર નટરાજન મુદલિયારની શોધખોળ શરૂ કરી

સુથ કોમર્સ પ્રાઇવેટ લીમીટેડ કંપનીના નામે સિનીયર સીટીઝન અને મહિલાઓને બચતના નાણાનું ઊંચું વ્યાજ આપવાની લાલચ આપી રૂપિયા 6.70 કરોડની છેતરપિંડી કરનાર ભેજાબાજ ત્રિપુટી સામે ફરિયાદ નોંધાઇ હતી. આ બનાવમાં ક્રાઇમ બ્રાન્ચે બે ભેજાબાજની ધરપકડ કરી છે. પોલીસે બંને આરોપીઓ પાસેથી અન્ય વિગતો મેળવવા માટે કોર્ટમાં રજૂ કરી 8 દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.


સમગ્ર બનાવવની વિગતવાર વાત કરીએ તો, સુથ કોમર્સ પ્રાઇવેટ લીમીટેડ કંપનીના નામે સિનીયર સીટીઝન તેમજ મહિલાઓના બચતના નાણા ઊંચા વ્યાજે વળતર આપવાની લાલચે થાપણ તરીકે રોકાણ કરાવી તે રકમ પરત નહીં આપી ગ્રાહકો સાથે કરોડોની છેતરપીંડી કરી હોવાની ફરિયાદ પ્રવિણચંદ્ર હરીલાલ શાહ (રહે. કલાદર્શન ચાર રસ્તા, વાઘોડિયા રોડ, વડોદરા), સુબેદારસિંહ વિક્રમાપ્રસાદસિંહ રાજપૂત અને નટરાજન પૌડ સ્વામી મુદલિયાર (રહે.રામદેવનગર સોસાયટી, સોલેસ હોસ્પીટલ પાછળ, બાપોદ, વડોદરા) સામે ફરિયાદ નોંધાઇ છે. 

આ દરમિયાન ઇકો સેલની ટીમે બાતમીના આધારે ભેજાબાજ ત્રિપુટી પૈકી પ્રવિણચંદ્ર હરીલાલ શાહ અને સુબેદાર સિંહ વિક્રમ પ્રસાદ સિંહ રાજપૂત ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આ બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી 8 દિવસના રિમાન્ડ મેળવી ઘનિષ્ઠ પૂછપરછ શરૂ કરી છે. અલબત્ત આ બનાવમાં ફરાર આરોપી નટરાજન પૌંડસ્વામી મુદલિયાર ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

આ બનાવમાં ફરાર આરોપી નટરાજન પૌડ સ્વામી મુદલિયાર ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. આ ત્રિપુટી સુથ કોમર્સ પ્રાઇવેટ લીમીટેડ કંપનીના નામે એક્સિસ બેંકમાં ખાતું ખોલાવી તે બેંક ખાતામાં, આરોપીઓ પોતાના ખાતાઓમાં, રોકડેથી લોકો પાસેથી થાપણ તરીકે રૂપિયા 6,70,76,251ની રકમ રોકાણ કરાવી તે રકમ પાકતી મુદતે તે પરત આપવાનો રોકાણકારોને વિશ્વાસ આપ્યો હતો અને સુથ કોમર્સ પ્રા.લી.ના નામે કરાર પણ કર્યા હતા. પાકતી મુદત બાદ રોકાણકારો રોકાણ કરેલી રકમ લેવા ગયા ત્યારે ભેજાબાજ ત્રિપુટીએ નાણાં પરત નહીં આપી ધમકીઓ આપવાની શરૂઆત કરી હતી. આ ત્રિપુટી દ્વારા અનેક સિનીયર સિટીઝન તેમજ મહિલાઓને વિશ્વાસમાં લઇ તેઓની જિંદગીની પૂંજી ઉંચા વ્યાજની લાલચ આપી લીધી હતી અને પરત ન કરતા તેઓ સામે ફરિયાદ નોંધાઇ હતી.

Share :

Leave a Comments