- વિવિધ બ્રાન્ડની 213 નંગ બોટલ મળી 54 હજારનો દારૂનો જથ્થો ઝડપ્યો
વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં અયોધ્યા નગર ગ્રાઉન્ડ પાછળ ઝૂંપડામાં વિદેશી શરાબનો જથ્થો રાખીને કરવામાં આવતા વેપલા પર શહેર PCB શાખાએ દરોડો પાડીને 54000ની કિંમતનો શરાબનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જ્યારે શરાબનું વેચાણ કરતા બે આરોપીઓની ધરપકડ કરીને અન્ય બેને વોન્ટેડ જાહેર કર્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા શહેર PCB શાખાની ટીમને માહિતી મળી હતી કે મકરપુરા વિસ્તારમાં આવેલા અયોઘ્યા નગર પાછળના ગ્રાઉન્ડમાં ઝુંપડા આવેલા છે જે ઝૂંપડામાં પ્રવીણ ઉર્ફે લાલો પંચાલ તેમજ પરેશ પટેલ નામનો શખ્સ વિદેશી શરાબનો વેપલો કરે છે અને બંને સ્થળ પર હાજર છે. જે બાતમીના આધારે PCBની ટીમે સ્થળ પર દરોડો પાડતા બંને આરોપીઓ સફળ પર મળી આવ્યા હતા. તેઓના કબ્જામાંથી વિવિધ બ્રાન્ડની 213 નંગ વિદેશી શરાબની બોટલો મળી આવી હતી. જ્યારે PCB શાખાએ શરાબનો જથ્થો એક મોબાઈલ ફોન તેમજ રોકડ રકમ કબ્જે લઈને આરોપી પ્રવીણ ઉર્ફે લાલો કાંતિભાઈ પંચાલ (રહે. બી-43, સોમનાથ નગર, તરસાલી) તેમજ પરેશ પટેલ (રહે. 183 હિંમતનગર, તરસાલી બાયપાસ પાસે)ની ધરપકડ કરીને અન્ય બે આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે.