વિવિધ ગુનાઓના બે આરોપીઓને પાસા હેઠળ રાજકોટ જેલમાં ધકેલાયા

બાપોદ પોલીસ અને પાણીગેટ પોલીસની કડક કાર્યવાહી

MailVadodara.com - Two-accused-of-various-crimes-were-sent-to-Rajkot-Jail-under-PASA

વડોદરા શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલૌત તથા અધિક પો.કમિશનર મનોજ નિનામા સાથે જ નાયબ પોલીસ કમિશનર ઝોન- 3 લીના પાટીલની સૂચના મુજબ ગુનામાં સંડોવાયેલા આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહીની સૂચનાના આધારે પાણીગેટ પોલીસ દ્વારા આરોપી અર્જુન ઉર્ફે ભૈયો રાજુભાઇ મારવાડી ઉંમર- 20  વર્ષ (2 બ્લોક નં .20, મ,નં. 33, પીળા વુડાના મકાન, ખોડિયારનગર ન્યૂ વીઆઈપી રોડ)ને ઈ.પી.કો. કલમ 370 (એ), 114મુજબના ગુનાઓમાં જામીન મુક્ત થતાં પાસા હેઠળ રાજકોટ જેલમાં મોકલી આપવા તજવીજ હાથ ધરી છે.


બીજા બનાવમાં ના.પો.કમિશનર ઝોન-4 પન્ના મોમાયાની સૂચના મુજબ ચોરીના ગુનાઓમાં સંડોવાયેલા ડેન્જરસ પર્સન આરોપી જીતેન્દ્ર ઉર્ફે હરીશ મહેશભાઈ તડવી ઉંમર-23 વર્ષ (રહે. હનુમાન ટેકરી, સોમા તળાવ)ને બાપોદ પોલીસ સ્ટેશનમાં પેટ્રોલીંગ દરમિયાન ઝડપી પાડયો હતો જેની સામે ભારતીય ફોજદારી ધારા હેઠળ ત્રણ ગુનાઓ જે પૈકી વર્ષ-2023માં મિલકત સંબંધી કુલ-02 ગુનાઓમાં ઇપીકો કલમ 379 મુજબના ગુનામાં બાપોદ પોલીસે રાજકોટ મધ્યસ્થ જેલમાં મોકલી આપેલ છે.


Share :

Leave a Comments