- સાયબર ક્રાઇમે ટ્રાન્સફર વોરંટના આધારે આરોપીઓની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી
વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ પ્રમાણે ઈન્સ્ટાગ્રામની શેરમાર્કેટ અંગેની એડ પર લિંક પર ક્લિક કરતા ફરિયાદીને વ્હોટસએપ ગ્રુપમાં જોડવામાં આવ્યા હતા. જેમાં શેર માર્કેટમાં રોકાણ અંગેની ટીપ્સ આપવામાં આવતી હતી. ફરિયાદીને આપેલી ટિપ્સ દ્વારા ફાયદો થતા તેઓને બનાવટી વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમાં તેઓએ ટ્રેડિંગ પ્લાન ખરીદી સારો પ્રોફિટ થાશે તેમ કહ્યું હતું. જેના માટે ફરિયાદીએ અલગ-અલગ ખાતાઓમાં ટુકડે-ટુકડે 62.47 લાખ રૂપિયા જમા કરાવ્યા હતા. જે પૈકી ફરિયાદીને 47 હજાર રૂપિયા પરત આપ્યા હતા. જોકે, વેબસાઇટમાં પોર્ટફોલિયોમાં ફરિયાદીને પ્રોફિટ રૂપે અનેકગણા રુપિયા દર્શાવતા હતા. જેને વીડ્રો કરવા જતા ફરિયાદીને વધુ પૈસા ભરવા કહ્યું હતું. આમ, તેમની સાથે 62 લાખની નાણાકીય છેતરપિંડી થતા આ મામલે વડોદરા સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
આરોપીઓની તપાસ કરતા આરોપીઓ હાલ ઉત્તર પ્રદેશના કાનપુરા સિટીના કરનલગંજ પોલીસ સ્ટેશનના કેસમાં જેલમાં હતા. વડોદરા સાયબર ક્રાઇમ દ્વારા ટ્રાન્સફર વોરંટના આધારે આરોપીઓની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કેસમાં પીઆઈ જે. ડી. પરમાર તપાસ કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, આરોપી મોહમદ જાવેદ અખ્તર બેંક એકાઉન્ટ હોલ્ડર છે, જે એકાઉન્ટમાં ફરિયાદીના 32.50 લાખ રૂપિયા ટ્રાન્સફર થયા હતા. આરોપી સ્વાલેહે આરોપી મોહમદ જાવેદ અખ્તરના બેંક એકાઉન્ટમાં નેટ બેંકિંગ એક્ટિવ કરાવી પોતાના સહ આરોપીને સોંપી દીધો છે.