વલસાડમાં પકડાયેલી દારૂ ભરેલી કારના બનાવમાં વડોદરાના બે આરોપી ઝડપાયા

વડોદરા ક્રાઇમ બ્રાન્ચે બંને આરોપીની ધરપકડ કરી વલસાડ પોલીસને સોંપવા તજવીજ હાથ ધરી

MailVadodara.com - Two-accused-from-Vadodara-were-arrested-in-the-case-of-car-full-of-liquor-caught-in-Valsad

વલસાડમાં બે મહિના પહેલાં પકડાયેલી દારૂ ભરેલી કારના બનાવમાં વડોદરાના બે આરોપીના નામ ખૂલતાં ક્રાઇમ બ્રાન્ચે તેમને ઝડપી પાડી વલસાડ પોલીસને જાણ કરી છે.

વલસાડની ડુંગરા પોલીસે તા.૩૦મી જુલાઇએ કાર પકડી હતી. જેમાંથી દારૂની બોટલો અને બે મોબાઇલ મળ્યા હતા. પોલીસે દારૂ મંગાવનારની પૂછપરછ કરતાં વડોદરાના બે શખ્સના નામો ખૂલ્યા હતા. જેથી વડોદરા પોલીસની મદદ લેવામાં આવી હતી.


વડોદરા ક્રાઇમ બ્રાન્ચે આ બનાવમાં મોર્ગેશ ધર્મેશભાઇ સોલંકી (રહે. કોતર તલાવડી, પારસ નગર, માંજલપુર) અને જતીન રમેશભાઇ વસાવા (રહે. તિવારીની ચાલી, દંતેશ્વર) ને ઝડપી પાડી વલસાડ પોલીસને સોંપવા તજવીજ કરી છે.

Share :

Leave a Comments