વડોદરામાં ચોરીના બનેલા જુદાજુદા બે બનાવના ભેદ ઉકેલવામાં ક્રાઈમ બ્રાન્ચને સફળતા મળી છે. મુજમહુડાની સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની બ્રાન્ચમાં ગઈ તા.૧૭મીએ સાંજે એસીના બે આઉટડોર યુનિટ ચોરાયા હતા. જેના કેમેરામાં ત્રણ યુવકો ટેમ્પામાં આઉટડોર યુનિટ ચોરી જતા સીસીટીવી કેમેરામાં દેખાયા હતા.
ક્રાઈમ બ્રાન્ચના પીઆઇ હેતલ તુવરની ટીમે ફૂટેજને આધારે અરબાઝખાન હબીબખાન પઠાણ (રહે.ફાતેમા કોમ્પ્લેક્સ, હાથીખાના) અને ગોપાલ રમણભાઈ પરમાર (રહે.ગાર્ડન પાર્ક, દિવાળીપુરા) ને ઝડપી પાડ્યા છે. જ્યારે, રવિ અગ્રવાલ (રહે.અકોટા સુધરાઇ કોલોની)ને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.