- પીસીબી પોલીસે 13,39,200નો ઈંગ્લીશ દારૂ સાથે મોબાઈલ, રોકડ રૂપિયા સાથે કન્ટેનર મળી કુલ 23,55,980ના મુદ્દામાલ કબ્જે કર્યો
વડોદરા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં તહેવારોને લઇ મોટા પ્રમાણમાં દારૂની ઘૂસણખોરી થતી હોય છે ત્યારે વડોદરા શહેર PCB ટીમને બાતમી હતી કે, હરિયાણાથી ઈંગ્લીશ દારૂનું કન્ટેનર અમદાવાદ તરફ જઇ રહ્યું છે. જેના આધારે ગોલ્ડન ચોકડી પાસે વોચ ગોઠવી કન્ટેરમાં રહેલ 13 લાખથી વધુનું દારૂ સાથે બે ઇસમોને ઝડપી લીધા છે, જ્યારે અન્ય બે ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા છે.
વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા મકરસંક્રાતિના તહેવાર અનુસંધાને પ્રોહી જુગારની અસામાજીક પ્રવૃત્તિ કરતા તત્વો અંગે માહિતી મેળવી. આ પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા માટેની સૂચના આધારે PCB પી.આઈ એસ.ડી.રાતડાની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેના આધારે પીસીબી ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, હરિયાણાથી ઈંગ્લીશ દારૂનો જથ્થો આવી રહ્યો છે.
PCB ટીમને હરિયાણાથી ઇંગ્લીશ દારુનો જથ્થો ભરી રવાના થયેલ કન્ટેનર અંગે બાતમી મળતા તેઓ વહેલી સવારના ગોલ્ડન ચોકડી થઇ અમદાવાદ તરફ જતા બાતમી આધારે ગોલ્ડન ચોકડી પાસે વોચ ગોઠવી હતી. બાતમી વાળું કન્ટેનર ચેક કરતા ઇંગ્લીશ દારૂનો જથ્થો મળી આવતા કન્ટેનર ચાલક અને અન્ય એક ઇસમને ઝડપી લેવામાં આવ્યો છે. જ્યારે આ પ્રવૃત્તિ સાથે સંકળાયેલ અન્ય બે ઇસમોને વોન્ટેડ જાહેર કરી હરણી પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એકટ હેઠળ ગુન્હો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરા શહેર PCB પોલીસ દ્વારા કરવામાં આવેલ કાર્યવાહીમાં રાકેશ રામફલ ધાણક (ઉ.વ.45 રહે, યાકુબપુર (82) તા.જી.ઝજ્જર હરીયાણા), ધર્મેન્દ્ર રામપાલ શર્મા (ઉ.વ.42, રહે, ઘર નંબર-105, દ્વારકા વિહાર, નઝફગઢ, ન્યુ.દિલ્હી) ને ઝડપી પાડ્યા છે. જ્યારે દારૂનો જથ્થો મોકલનાર સુરેશ શીશરામ શર્મા (પંડીતજી), (રહે. ઝજ્જર, હરીયાણા) અને દારૂનો જથ્થો મંગાવનાર નડીયાદનો અજાણ્યા ઇસમ સામે ફરિયાદ નોંધી છે. આ સાથે કન્ટેનરમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની પેટીઓ નંગ-189, બોટલો કુલ્લે નંગ-2268 જેની કુલ કિંમત રૂપિયા 9,07,200 સાથે બીયરના ટીનની પેટીઓ નંગ-180, બીયર ટીન નંગો- 4320. જેની કુલ કિંમત રૂપિયા 4,32,000 મળી કુલ 13,39,200નો ઈંગ્લીશ દારૂ સાથે મોબાઈલ, રોકડ રૂપિયા સાથે કન્ટેનર મળી કુલ રૂપિયા 23,55,980ના મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.