કપુરાઈ રેલવે ઓવરબ્રિજ પાસે આજે વહેલી સવારે ટ્રક રેલિંગ સાથે અથડાતા અકસ્માત, ચાલકનો બચાવ

ટ્રક ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા રેલિંગ સાથે અથડાઈ હતી

MailVadodara.com - Truck-collides-with-railing-accident-near-Kapurai-railway-overbridge-early-this-morning-driver-rescued

- અકસ્માત એટલો ભયાનક હતો કે ટ્રકના પાછળના ભાગના ટાયર અલગ થઈ ગયા હતા


વડોદરા શહેર નજીક આવેલા કપુરાઈ રેલવે ઓવરબ્રિજ પાસે વહેલી સવારે ટ્રક રેલિંગ સાથે અથડાતા અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ટ્રક ચાલકનો આબાદ બચાવ થયો છે. અકસ્માત એટલો ભયાનક હતો કે ટ્રકના પાછળના ભાગના ટાયર અલગ થઈ ગયા હતા.


શહેરના કપુરાઇ રેલ્વે ઓવરબ્રિજ પર થયેલા અકસ્માતને લઇ ભારે ટ્રાફિક જામ થયો હતો. આ ટ્રક ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ટ્રક ઓવરબ્રિજ પર આવેલ રેલિંગ સાથે ધડાકા ભેર અથડાઈ હતી. જેને લઇ રેલિંગના કેટલાક પથ્થર નીચે પડ્યા હતા, જોકે, તેની રેલ વ્યવહાર પર કોઈ અસર કે નુકસાન થયુ નથી.


આ અકસ્માતમાં ટ્રેક ચાલકનો આબાદ બચાવ થયો છે, જ્યારે ટ્રકને ભારે નુકસાન થયુ છે. ટ્રકના પાછળના ભાગમાં રહેલ ટાયર અલગ થઈ ગયા હતા. જેથી પાછળ રહેલું કન્ટેનર નીચે પડતાં ક્રેનની મદદ લેવાઇ હતી. ટ્રકને બે ક્રેનની મદદથી રોડની સાઈડમાં કરવામાં આવતાં ટ્રાફિક વ્યવહાર હળવો થતો હતો. વહેલી સવારે અકસ્માત થતાં ભારે જહેમત બાદ ટ્રાફિક વ્યવહાર હળવો બન્યો હતો.

આ અકસ્માતમાં રેલવે વિભાગે આપેલી માહિતી મુજબ, અકસ્માતમાં રેલવે ટ્રેક કે રેલવે વ્યવહાર પર કોઈ અસર થઈ નથી. આ અકસ્માતમાં મોટું કોઈ નુકશાન થયું ન હતું. જેથી રેલવે વ્યવહાર પર કોઈ અસર થઈ ન હતી.

Share :

Leave a Comments