સંગમ ચાર રસ્તા નજીક અને ખોડિયાર નગરના મુખ્ય રોડ પર મુકેલા બેરિકેડથી લોકોને મુશ્કેલી

ડ્રેનેજની કામગીરીને કારણે અડધો રસ્તો બંધ થઇ જતા ટ્રાફિક જામની સમસ્યા

MailVadodara.com - Trouble-to-people-due-to-barricade-placed-near-Sangam-Char-Road-and-main-road-of-Khodiyar-Nagar

- તંત્ર દ્વારા ડ્રેનેજ લાઈનનું સમારકામ કરીને તાત્કાલિક ધોરણે ખાડો પૂરી પેચવર્ક કરાવી અને બેરિકેડ હટાવી દેવામાં આવે તેવી લોકોની માંગ


શહેરના ખોડિયારનગરના મુખ્ય માર્ગ પર છેલ્લા ઘણા સમયથી ડ્રેનેજ લાઈનના કારણે ખાડો ખોદવામાં આવ્યો છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે, જ્યારથી ખાડો ખોદવામાં આવ્યો છે ત્યારથી બેરિકેડ મૂકી દેવામાં આવ્યા છે. મુખ્ય માર્ગ પર અડધા રોડ સુધી મૂકેલા બેરિકેડના કારણે ત્યાં અવાર-નવાર ટ્રાફિકજામની સમસ્યા સર્જાઇ રહી છે. આ ઉપરાંત શ્રીજીની આગમન યાત્રા અને હવે વિસર્જન યાત્રામાં પણ પરેશાની થઈ રહી છે. તંત્ર દ્વારા ડ્રેનેજ લાઈનનું સમારકામ કરીને તાત્કાલિક ધોરણે ખાડો પૂરવામાં આવે તેના પર પેચવર્ક કરવામાં આવે અને બેરિકેડ હટાવી દેવામાં આવે, તેથી વાહન ચાલકો સરળતાથી અવર-જવર કરી શકે. આ અંગે સ્થાનિક વોર્ડ કચેરીમાં રજૂઆત કરવામાં આવી હોવા છતાં હજી સુધી કોઈ પણ નક્કર પગલાં લેવાયાં નથી.


બીજી તરફ ફતેપુરાથી રૂપમ ટોકીઝ થઇને સંગમ ચાર રસ્તા તરફ જવાના માર્ગ પર ટ્રેન્ચલેચ ડ્રેનેજ લાઇનની કામગીરી ઘોંચમાં પડી છે. હરણી રોડ વૃંદાવન સોસાયટીની સામેના ભાગે રામેશ્વર સોસાયટી, નાગેશ્વર સોસાયટી, શ્રીનાથ, સૂર્યદીપ ફલેટ આવેલો છે. આ વિસ્તારમાં સોની સમાજની વાડી અને નાગેશ્વર મહાદેવ મંદિર પણ આવેલું છે. નાગરિકોની અવરજવરથી ધમધમતા આ રોડ પર ડ્રેનેજ ઉભરાવવાની તેમજ ડ્રેનેજના મલીન જળના નિકાલની સમસ્યાના ઉકેલ માટે ટ્રેન્ચલેસ પદ્ધતિથી ડ્રેનેજ લાઇન નાખવાની કામગીરી લાંબા સમયથી ચાલી રહી હતી. જોકે કામની માહિતી વગરના પતરાની આડશો મૂકાઈ છે અને તેને કારણે તે ક્યારે પૂર્ણ થશે તેની કોઇ માહિતી નાગરિકોને મળી રહી નથી. એટલું જ નહીં, આડશોને કારણે લોકોને પસાર થવામાં મુશ્કેલી પડી રહી છે.


Share :

Leave a Comments