પૂર્વ વડાપ્રધાનના નિધનના પગલે કલેક્ટર કચેરી સહિત સરકારી કચેરી ખાતે અડધી કાઠીએ તિરંગો ફરકાવાયો

પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહનસિંહના નિધનને પગલે 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરાયો

MailVadodara.com - Tricolors-were-hoisted-at-half-mast-at-government-offices-including-the-Collectors-office-following-the-demise-of-the-former-Prime-Minister


દેશના પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહનસિંહ ના નિધનને પગલે દેશભરમાં સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે, ત્યારે આજે વડોદરા શહેર જિલ્લા કલેકટર કચેરી સહિત સરકારી કચેરી ખાતે અડધી કાઠીએ તિરંગો ફરકાવવામાં આવ્યો હતો.

1990ના દાયકાની શરૂઆતમાં આર્થિક ઉદારીકરણની નીતિના જનક રહેલા એવા દેશના પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહનું લાંબી બિમારી બાદ 92 વર્ષની જૈફ વયે ગુરુવારે રાત્રે 9.51 કલાકે નિધન થયું હતું. ડો.મનમોહનસિંહ વર્ષ -2004 થી 2014 દરમિયાન બે ટર્મ માટે દેશના વડાપ્રધાન પદે રહ્યા હતા. તેઓ 1991થી 1996 સુધી કેન્દ્રીય નાણામંત્રી તરીકે રહ્યા હતાં. તેઓ 1991 થી 2019 સુધી આસામ તથા વર્ષ 2019થી રાજસ્થાનથી રાજ્યસભાના સાંસદ રહ્યા હતાં તેઓ મૃદુભાષી હતા સાથે જ તેઓ ખૂબ સારા અર્થશાસ્ત્રી હતા તેઓના નિધનના સમાચારને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો હતો તથા દેશભરમાં 7 દિવસીય રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે જેના કારણે વડોદરા શહેર જિલ્લા કલેકટર કચેરી સહિતના સરકારી ઇમારતો ખાતે અડધી કાઠીએ રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવા આવ્યો હતો.

Share :

Leave a Comments