રાજ્યના વિવિધ શહેરોમાં ફરજ બજાવતા 47 બિનહથીયારધારી પોલીસ ઇન્સ્પેક્ટરોની બદલી કરવામાં આવી છે. એકાએક કરવામાં આવેલી બદલીને લઇને પોલીસ બેડામાં ચર્ચાનો વિષય બન્યો છે. રાજ્યના ડીજી વિકાસ સહાય દ્વારા આ પોલીસ ઇન્સ્પેક્ટરોની બદલીનો ઓર્ડર જારી કરવામાં આવ્યો છે. અને તમામને તાત્કાલિક બદલીના સ્થળે હાજર થવા માટે જણાવાયું છે.
રાજ્યમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓની બદલીઓ પણ ટુંક સમયમાં આવી શકે છે, તેવી ચર્ચાઓએ હાલ તબક્કે જોર પકડ્યું છે.