લોકસભા મતવિભાગની મત ગણતરી માટે નિયુક્ત વિવિધ 500 ઉપરાંત કર્મચારીઓને તાલીમ અપાઈ

આગામી તા.4 જૂન, મંગળવારના રોજ પોલિટેકનિક કોલેજ કેમ્પસ ખાતે હાથ ધરાશે

MailVadodara.com - Training-was-given-to-various-500-plus-employees-appointed-for-counting-votes-of-Lok-Sabha-constituencies

- મત ગણતરી સુપરવાઈઝર, મદદનીશ સુપરવાઈઝર, માઈક્રો ઓબ્ઝર્વર તેમજ પોસ્ટલ બેલેટની ગણતરી માટે નિમણૂક પામેલા અધિકારી-કર્મીઓને તાલીમ અપાઇ

વડોદરા સંસદીય મતવિભાગની મત ગણતરી આગામી તા. 4 જૂનને મંગળવારના રોજ શહેરના પોલિટેકનિક કોલેજ કેમ્પસ ખાતે હાથ ધરવામાં આવશે. મત ગણતરીની કામગીરીમાં વિવિધ 500 ઉપરાંત કર્મચારીઓને કામગીરી સોંપવામાં આવી છે. નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી વિવેક ટાંકે આ કામગીરી માટે અધિકારીઓને વડોદરા લોકસભા મતવિભાગમાં સમાવિષ્ટ સાત વિધાનસભા તેમજ વાઘોડીયા વિધાનસભા મતવિભાગની પેટા ચૂંટણી સંદર્ભે નિમણૂક કરવામાં આવેલ મત ગણતરી સુપરવાઈઝર, મદદનીશ સુપરવાઈઝર, માઈક્રો ઓબ્ઝર્વર તેમજ પોસ્ટલ બેલેટની ગણતરી માટે નિમણૂક પામેલા અધિકારી-કર્મીઓને આજે શહેરના સયાજીનગર ગૃહ ખાતે તાલીમ આપવામાં આવી હતી.


નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી વિવેક ટાંકે મત ગણતરી સ્ટાફને કરવાની થતી કામગીરી અને જવાબદારીઓ અંગેનું વિસ્તૃત માર્ગદર્શન પાવરપોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા આપવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, મત ગણતરી માટે 119 મત ગણતરી સુપરવાઈઝર, 119 મદદનીશ સુપરવાઈઝર અને 119 માઈક્રો ઓબ્ઝર્વર તેમજ પોસ્ટલ બેલેટની ગણતરી માટે 116 જેટલા અધિકારી-કર્મીઓની નિમણૂક કરવામાં આવી છે. આ તમામને આજે તાલીમબદ્ધ કરવામાં આવ્યા છે. આ પ્રસંગે મદદનીશ ચૂંટણી અધિકારીઓ સહિત મત ગણતરી સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

ગરમીના કારણે હાલમાં હીટ સ્ટ્રોકના બનાવો જોવા મળી રહ્યો છે, ત્યારે વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં હીટ સ્ટોક વિભાગમાં કેટલાક દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. સારવાર લઇ રહેલ દર્દીઓ હાલમાં 13 દાખલ છે જેમાં છેલ્લા 24 કલાકમાં 4 નવા દર્દી સારવાર માટે આવ્યા છે. જેમાંથી એક દર્દીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.

રાજકોટના કાલાવડ રોડ પર ટી.આર.પી. ગેમ ઝોનમાં લાગેલી આગ હોનારતમાં બાળકો સહિત આશરે 28 લોકોના થયેલા મૃત્યુ બદલ વડોદરા મહાનગરપાલિકાની આજરોજ મળનારી સામાન્ય સભા ભારે દુઃખ અને શોકની લાગણી સાથે નોંધ લઈ આજરોજની સામાન્ય સભા મોકૂફ રાખવામાં આવી હતી. આ કરુણ ઘટનામાં જેમને પ્રાણ ગુમાવ્યાં છે તેઓને સભા દરમિયાન શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી. જ્યારે સદગતના માનમાં બે મિનિટ મૌન પણ પાળવામાં આવ્યું હતું અને આજની સભા મોકુફ રાખવામાં આવી હતી. હવે 10 જૂનના રોજ આ વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભા મળશે.

Share :

Leave a Comments