શહેરના બિલ-ચાપડ રોડ ઉપર આવેલ સાંસ્કૃતિક ગાર્ડન વિલા અને ઓરો વિસ્ટામાં ત્રાટકેલ અજાણ્યા તસ્કરો ત્રણ મકાનોને નિશાન બનાવી એક મકાનમાંથી રોકડા રૂપિયા તથા દાગીના સહિત 1.50 લાખની રકમ ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જ્યારે અન્ય બે મકાનોમાં કોઈ ચીજવસ્તુની ચોરી થવા પામી નથી.
વડોદરા શહેરના બિલ ચાપડ રોડ ઉપર આવેલ સાંસ્કૃતિક ગાર્ડન વિલામાં રહેતા હસમુખભાઈ ત્રિવેદી નિવૃત્ત જીવન ગુજારે છે. બે જૂનના રોજ પરિવાર જમી પરવારી ઉપરના માળે સૂઈ ગયા હતા. મોડીરાત્રે ડાઇનિંગ ટેબલ પાસેની બારી ખુલ્લી હોય ગ્રાઉન્ડ ફ્લોર ઉપર સામાન વેર-વિખેર જણાઈ આવ્યો હતો. તપાસ કરતા બેડરૂમના લાકડાના કબાટમાંથી રોકડા રૂ. 1.10 લાખ, કાંડા ઘડિયાળ, સવા તોલા વજનની સોનાની બંગડીઓની ચોરી થઈ હતી.
આ દરમિયાન સોસાયટીમાં આવેલ મકાન નંબર 7માં રહેતા રાજેશ નંદલાલ સુકલના ઘરની પાછળ આવેલ બેડરૂમની લોખંડની બારી તોડી હતી. જોકે તેના ઘરમાં કોઈ ચીજવસ્તુની ચોરી ન થઈ હોવાનું જાણવા મું હતું. આ ઉપરાંત સોસાયટી નજીક આવેલ ઓરો વિસ્ટા મકાન નંબર ડી-71માં રહેતા મુકેશભાઈ શાંતિલાલ પટેલના ઘરને પણ નિશાન બનાવ્યું હતું. જોકે કોઈ ચીજવસ્તુની ચોરી થઈ નથી.