ગરમીમાં શહેરીજનોની સુવિધા માટે હવે બપોરે 1થી 4 દરમિયાન ટ્રાફિક સિગ્નલો બંધ રખાશે

શહેરીજનોને ઉનાળાની આકરી ગરમીથી બચાવવા માટે વડોદરા ટ્રાફિક પોલીસનો નિર્ણય

MailVadodara.com - Traffic-signals-will-now-be-closed-between-1-and-4-pm-for-the-convenience-of-city-dwellers-in-the-heat

- ભરબપોરે ગરમીમાં ડ્યૂટી બજાવતા ટ્રાફિક પોલીસ માટે એસી હેલ્મેટની વ્યવસ્થા કરાઈ

ભરબપોરે તડકામાં ટ્રાફિક સિગ્નલ પર ઊભા રહેવામાંથી વડોદરા ટ્રાફિક પોલીસ દ્વારા નાગરિકોને મુક્તિ અપાઈ છે. જેમાં બપોરે 1થી 4 દરમિયાન શહેરનાં ટ્રાફિક સિગ્નલ બંધ રહેશે એવો વડોદરા પોલીસ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે.

હાલ ગરમીનો પારો વધી રહ્યો છે ત્યારે ભરબપોરે ગરમીમાં ડ્યૂટી બજાવતા ટ્રાફિક પોલીસ માટે એસી હેલ્મેટની વ્યવસ્થા કરાઈ છે, જ્યાં ટ્રાફિક જવાનો એસી હેલ્મેટનો ઉપયોગ કરે છે. આ ઉપરાંત ગરમીમાં શહેરીજનોની સુવિધા માટે હવે બપોરે 1થી 4 દરમિયાન ટ્રાફિક સિગ્નલો બંધ રાખવામાં આવશે.

વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે જણાવ્યું હતું કે, વડોદરા શહેરમાં 40 ડિગ્રી કરતાં વધુ તાપમાન થઈ ગયું છે અને બપોરના સમયે ટ્રાફિક પણ ઓછો થઈ જતો હોય છે. જેથી વડોદરા શહેર ટ્રાફિક પોલીસે બપોરે 1 વાગ્યાથી લઈને સાંજે 4 વાગ્યા સુધીમાં ટ્રાફિક સિગ્નલ બંધ કરવાનો નિર્ણય લીધો છે. જોકે, આ સમયગાળા દરમિયાન પણ લોકો હેલ્મેટ પહેરે અને ટ્રાફિક નિયમનો પાલન કરે, જેથી કરીને અકસ્માત જેવી ઘટનાઓ ન બને.

Share :

Leave a Comments