ખંડેરાવ માર્કેટ સ્થિત ટ્રાફિકને નડતરરૂપ ફૂલ બજાર પર દબાણ શાખાનો સપાટોઃ ૧૦થી વધુ વાહનો જપ્ત

ખંડેરાવ માર્કેટ વિસ્તારમાં તંત્ર દ્વારા વેપાર-ધંધો ન કરવાની ચીમકી છતાં સ્થિતિ જૈસે થે

MailVadodara.com - Traffic-jamming-at-flower-market-in-Khanderao-market-More-than-10-vehicles-impounded

- વહેલી સવારથી દબાણ શાખાએ કાર્યવાહી કરતા વેપારીઓ અને પાલિકાની ટીમ સાથે તુ તુ મેં મેં થઇ!

વડોદરાના ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા વિસ્તારમાં ફૂલનો વેપાર ધંધો કરતા ફુલ માર્કેટમાં આજે વહેલી સવારે ત્રાટકેલી દબાણ શાખાની ટીમે 15 હજાર કિલો ફુલ ભરેલા 10થી વધુ ઇકો ટેમ્પો, ટ્રેક્સ સહિત ફૂલ ભરેલા નાના ટેમ્પો કબજે કરીને અટલાદરાના સેન્ટ્રલ સ્ટોર ખાતે જમા કરી લેવામાં આવ્યા હતા. જેમાં રૂપિયા 60 લાખ રૂપિયાની કિમતના ટેમ્પા અને સાડા ચાર લાખ રૂપિયા ફૂલોની કિંમત થાય છે. આજે વહેલી સવારની આ કાર્યવાહી દરમિયાન કેટલીક જગ્યાએ ફૂલના વેપારીઓ અને દબાણ શાખાની ટીમ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. જો કે છેલ્લા એક મહિનાથી ફૂલ બજારના વેપારીઓને ખંડેરાવ માર્કેટમાં ફાળવેલી જગ્યાએ વેપાર ધંધો કરવાનું કહેવા છતાં પરિસ્થિતિ યથાવત રહેવાથી પાલિકાને કડક પગલું ભરવાની ફરજ પડી હતી.


વડોદરા શહેરના ખંડેરાવ માર્કેટના ચાર રસ્તા વિસ્તારથી વેરાઈ માતા અને ખાડિયા પોળ સુધી ફૂલમાળીઓ કોર્પોરેશનની જગ્યામાં ફૂટપાથ પરપોતાના વેપાર ધંધા માટે ફૂલના ઢગલા કરીને ટ્રાફિકને નડતરરૂપ થાય એવી રીતે વેપાર ધંધો કરતા હતા. આ અંગે પાલિકાની દબાણ શાખા વારંવાર સૂચનાઓ અને ચેતવણી પણ આપી આ વિસ્તારમાં ફૂલનો ધંધો નહીં કરવા જણાવ્યું હતું. છતાં પણ ફૂલવાળાઓ પાલિકા તંત્રની સૂચના ચેતવણી એક કાનેથી સાંભળીને બીજા કાનેથી કાઢી નાખતા હતા.

આ દરમિયાન આજે વહેલી સવારે દબાણ શાખાની ટીમ અને વોર્ડ નંબર 13ના વોર્ડ ઓફિસર સહિત સ્ટાફ સાથે ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા વિસ્તારમાં વહેલી સવારે 6.30 વાગ્યાથી પણ હટાવો કાર્યવાહી શરૂ કરી હતી. ત્યારે કેટલાક વેપારીઓ અને પાલિકા તંત્રની ટીમ સાથે તું તું મેમે થયું હતું. આમ છતાં પણ પાલિકાની દબાણ શાખાની ટીમે દબાણ હટાવ કાર્યવાહી ચાલુ રાખીને ફૂલ ભરેલા 10થી વધુ ઇકો ટેમ્પો અને થ્રી વ્હીલ ટેમ્પો કબજે લઈને અટલાદરા સ્ટોર ખાતે જમા કરાવ્યા હતા. 

ઉલ્લેખનીય છે કે, દબાણ શાખાની ટીમે ફૂલના વેપારીઓને ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા વિસ્તારમાં ટ્રાફિકને અડચણરૂપ થાય એવી રીતે વેપાર ધંધો નહીં કરવા વારંવાર ચીમકી આપી હતી અને ખંડેરાવ માર્કેટમાં ફાળવેલી જગ્યાએ વેપાર ધંધો કરવા પણ જણાવ્યું હતું.

Share :

Leave a Comments